ઝી બ્યુરો/અમદાવાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલું દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સાબરમતીમાં અમદાવાદમાં બનેલા આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબના આર્થિક ઉપયોગ માટે વૈશ્વિક આમંત્રણો આમંત્રિત કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1000 કરોડથી ઓછાનું કામ હોય તો હું લોકાર્પણમાં પણ જતો નથી, ગુજરાતને આપી ગયા 4000 કરોડ


આ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ એક જ જગ્યાએથી બસ, ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેન દ્વારા મુસાફરીની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર 7 જૂને તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક થશે. મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની આ ઈમારતમાં સાબરમતીના ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે. બિલ્ડીંગના દક્ષિણ અગ્રભાગમાં પ્રખ્યાત દાંડી માર્ચ ચળવળને દર્શાવતું એક મોટું સ્ટેનલેસ સ્ટીલનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે.


પેન્ટની ચેઈન ખોલીને મહિલા સાથે કરી ગંદી હરકત, મહિલાને કહ્યું જા પોલીસ પાસે એ પણ કંઈ


આરામદાયક રહેશે પ્રવાસ 
સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું મૂર્ત સ્વરૂપ છે. વડાપ્રધાન પરિવહનના વિવિધ માધ્યમોને એક જગ્યાએ એકીકૃત કરવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટથી મુસાફરો અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસો સાથે રેલવે સ્ટેશન, મેટ્રો, બુલેટ ટ્રેન સુધી પહોંચી શકશે. 


જર્મનીમાં ફસાયેલી બાળકીની માતાએ કહ્યું; સુષમા સ્વરાજ જીવતા હોય તો અમદાવાદ આવી ગઈ હોત


આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ હાઈ સ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેનના પ્લેટફોર્મથી માત્ર 150 મીટર અને એરપોર્ટથી 7 કિલોમીટર અને રેલ અને મેટ્રો સ્ટેશનથી અનુક્રમે 300 અને 700 મીટરના અંતરે છે. આ બિલ્ડીંગથી બીઆરટીએસ સ્ટેન્ડનું અંતર માત્ર 150 મીટર છે. આવી સ્થિતિમાં દેશના આ પ્રથમ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબથી પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિની અપેક્ષા છે.


બાબા બાગેશ્વર સામે ખિસ્સા ખાલી કરી દેનારે કહ્યું મને હિપ્નોટાઈઝ કર્યો, હું ડરી ગયો..


1300 વાહનો માટે વિશાળ પાર્કિંગ
સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે વિશાળ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં 1300 વાહનો પાર્ક કરી શકશે. એટલું જ નહીં બસ, ઓટો, ટુ વ્હીલર તેમજ પ્રાઈવેટ કાર અને ટેક્સી દ્વારા જતા લોકોના પિક એન્ડ ડ્રોપની સુવિધા પણ રાખવામાં આવી છે. આ માટે ફિક્સ ડોફ લેન બનાવવામાં આવી છે. 


ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી, 13 હજાર કરોડનું રોકાણ અને 13 હજાર નોકરીઓ


દેશના આ સૌપ્રથમ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં જ્યાં લોકોને ટ્રાન્સપોર્ટની સીમલેસ કનેક્ટિવિટી મળશે, બિલ્ડિંગના કોર્સમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમાં એક વિશાળ ફૂડ કોર્ટ, છૂટક દુકાનો, પ્રોવિઝન શોપ અને શૌચાલય સુવિધાઓનો સમાવેશ થાય છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં બે બ્લોક છે. આમાં એક બ્લોક કોમર્શિયલ ઉપયોગ માટે હશે. જ્યાં ઓફિસ, બેંક, હોટલ, છૂટકની વ્યવસ્થા હશે.