Viral Video: પેન્ટની ચેઈન ખોલીને મહિલા સાથે કરી ગંદી હરકત, મહિલાને કહ્યું જા પોલીસ પાસે એ પણ કંઈ નહીં ઉખાડી લે

Gujarat Auto Driver Viral Video: ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેરમાં દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. ઓટો ચાલકે મહિલા પર પેશાબ કરવાની ધમકી આપી હતી. તેણે જાહેરમાં તેના પેન્ટની ઝિપ ખોલીને ગંદી હરકત કરી હતી.

Viral Video: પેન્ટની ચેઈન ખોલીને મહિલા સાથે કરી ગંદી હરકત, મહિલાને કહ્યું જા પોલીસ પાસે એ પણ કંઈ નહીં ઉખાડી લે

Gujarat Auto Driver Viral Video: ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં જાહેરમાં દુર્વ્યવહારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા ઓટો ડ્રાઈવરની અન્ય ઓટો ડ્રાઈવરે જાહેરમાં છેડતી કરી હતી. આ કૃત્યનો વિડીયો વાયરલ થયા બાદ વલસાડ પોલીસે આરોપીઓને કડક પાઠ ભણાવતા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેરમાં દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. ઓટો ચાલકે મહિલા પર પેશાબ કરવાની ધમકી આપી હતી. તેણે જાહેરમાં તેના પેન્ટની ઝિપ ખોલીને ગંદી હરકત કરી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેણે પોલીસને ગાળો આપી અને કહ્યું કે પોલીસ તેનું કંઈ નહીં બગાડી શકે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વલસાડ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જાહેર સ્થળે મહિલા સાથે ગેરવર્તન કરનાર ઓટો ચાલકને કડક પાઠ ભણાવતા કેસ નોંધ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહીના વખાણ કરી રહ્યા છે.

Hope those 'Zant-k-ball' got waxed! pic.twitter.com/1iSikqBxkL

— Dr. Vedika (@vishkanyaaaa) June 1, 2023

શું હતો સમગ્ર મામલો?
વાપી ટાઉન પોલીસના જણાવ્યા અનુસાર યોગિતા બેન છેલ્લા છ વર્ષથી ઓટો ચલાવીને તેમના પરિવારને મદદ કરી રહી છે. એક દિવસ યોગીતા મુસાફરને લેવા વાપી રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યારે ત્યાં હાજર અન્ય એક ઓટો ચાલક સૈયદ આરીફ અબુસાદ તેની રિક્ષા આગળ કરીને યોગિતાને ધમકાવવા લાગ્યો હતો. જ્યારે યોગિતાએ વિરોધ કર્યો તો તેણે તેના પેન્ટની ઝિપ ખોલી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને પેશાબ કરવાની ધમકી આપી હતી. જ્યારે યોગિતાએ પોલીસનો ઉલ્લેખ કર્યો ત્યારે ઓટો ડ્રાઈવરે પણ પોલીસને પણ અપશબ્દો બોલ્યા અને કહ્યું કે પોલીસ તેની સાથે કંઈ કરી શકે નહીં, જોકે યોગિતાએ આરિફના અશ્લીલ કૃત્યોનો વીડિયો બનાવ્યો હતો. જે વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

થોડા કલાકોમાં પોલીસે પકડી લીધો
ઓટો ચાલક મહિલા સાથે ગેરવર્તન કરતો વીડિયો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે કડકાઈ દાખવી થોડા કલાકોમાં જ રેલવે સ્ટેશન નજીકથી ઓટો ચાલકની ધરપકડ કરી હતી. આરીફ નામના ઓટો ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ પોલીસે જાહેર રેલી કાઢી હતી અને પછી તેને પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપી ઓટો ચાલકે હાથ જોડીને યોગિતાની માફી પણ માંગી હતી, જો કે ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં લઈને વાપી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news