ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ 26 જુલાઈ 2008, એક એવી તારીખ જેને અમદાવાદ ક્યારેય યાદ કરવા માંગતું નથી...26 જુલાઈ 2008, એક એવી તારીખ જેને અમદાવાદીઓ ક્યારેય ભૂલી પણ નહીં શકે...શું છે તેની પાછળનું કારણ એ જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. 26 જુલાઈ 2008, આ તારીખના ઠીક એક દિવસ પહેલાં કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં 7 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતાં. જેમાં સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. બપોરે થયેલાં આ બોમ્બ વિસ્ફોટના સમાચાર બેંગાલુરુથી દોઢ હજાર કિલો મીટર દૂર આવેલાં અમદાવાદના અખબારોમાં પણ છપાઈ હતી. પણ કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય કે જે બેંગાલુરુમાં જે થયું એના કરતા ખુબ જ વધારે તીવ્રતાથી આ કહાનીને અમદાવાદમાં પણ અંજામ અપાશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!

 

26મી જુલાઈ 2008, એ તારીખ અને શનિવારનો દિવસ અને સાંજે 6 વાગ્યાને 10 મિનિટનો સમય અમદાવાદ શહેર માટે કાળમુખા સમાચાર લઈને આવ્યો...સૂર્ય આખા દિવસનો થાક ઉતારવા હવે આરામની મુદ્રામાં જવાની તૈયારીમાં હતો. પણ કોને ખબર હતી કે જેમ-જેમ સૂર્ય અસ્ત તરફ વળી રહ્યો હતો એમ બીજી તરફ કાળમુખો સમય ચોઘડિયાની ચાલ બદલીને આ અમન પસંદ અમદાવાદ શહેરની શાંતિની ડહોળવા માટે ની તૈયારી કરીને બેઠો હતો. બધું જ શાંત હતું હંમેશાની જેમ દોડતું-ભાગતું અમદાવાદ શહેર પોતાની મસ્તીમાં મસ્ત હતું. અને અચાનક માહોલ બદલાઈ ગયો. 

આ પણ વાંચોઃ  'પુરુષો મને કહેતા તારે જીવ બચાવવો હોય તો અમારી સાથે સુઈજા' મહાયુદ્ધ વચ્ચે ફસાઈ 'અપ્સરા' જુઓ તસવીરો

ઠીક સાંજના 6 વાગ્યાને 10 મિનિટની આસપાસ અમદાવાદમાં ભેદી વિસ્ફોટની ઘટનાની શરૂઆત થઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં આ સિલસિલો ખુબ ઝડપથી આગળ વધી રહ્યો હતો. અને એક બાદ એક અમદાવાદના વિવિધ સ્થળોએથી બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવી રહ્યાં હતાં. હસતુ-રમતુ શહેર અચાનક હેબતાઈ ગયું. કિલકારીઓ ચિચિયારીઓમાં ફેરવાઈ ગઈ. ચારેય તરફ ડર...દહેશત અને ખૌફનો માહોલ છવાઈ ગયો. બધુ બાજુથી બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળી રહ્યાં હતાં. ક્યાં જવું? શું કરવું? કંઈજ સુજતું નહોંતું. અમદાવાદમાં એક સાથે અચાનક લાખો ફોનની ઘંટડીઓ રણકવા લાગી. લોકો પોતાના સ્વજનોને આ ઘટના અંગે પૂછી રહ્યાં હતા અને એ પૂછવાના બહાને લોકો પોતાના સ્વજનો હેમખેમ છેને? દબાયેલાં સ્વરે એ પૂછવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. 

આ પણ વાંચોઃ  ઈંડા વેજ છે કે નોન વેજ? મળી ગયો છે સાચો જવાબ, વૈજ્ઞાનિક સંશોધનમાં થયો મોટો ખુલાસો

પોલીસ સ્ટેશનોમાં અચાનક સુનામી આવી ગઈ હતી. અને પોલીસ પણ સમજી ગઈ હતી કે આ કંઈ એવું થઈ રહ્યું છે જે અત્યાર સુધી ક્યારેય નથી થયું. પણ એવા સમયે શું કરવું એ કોઈને ખબર નહોંતી. અમદાવાદની સિવિલમાં પણ અચાનક આવો જ એક બ્લાસ્ટ થયો. ત્યાં ઊભેલાં કેટલાંક લોકો મદદ માટે નજીક ઘણાં ત્યાં અચાનક બીજો બ્લાસ્ટ થયો જે મદદ માટે આવેલાં લોકોને પણ મોતના મુખમાં ભરખી ગયો. સિવિલમાં લોકોની સારવાર કરી રહેલું ડોક્ટર દંપતી પણ આ બોમ્બ બ્લાસ્ટમાં બળીને ખાખ થઈ ગયું. એક બાદ એક અમદાવાદ શહેરના ખાડિયામાં 3, બાપુનગર 2, રામોલ 2 અમરાઈવાડી 1, વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી. આ ઉપરાંત રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ ઘટનામાં આતંકી સંગઠનોનો હાથ હોવાનું સામે આવ્યું. અને સુરક્ષા એજન્સીઓએ એ દિશામાં તપાસ શરૂ કરી. 

આ પણ વાંચોઃ  ચા સાથે ભૂલથી પણ ન લેતા આ વસ્તુઓ, નહીં તો લાંબા ટાઈમ માટે આવશે દવાખાનાનો 'ખાટલો'

એક બાદ એક શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં એ સમયે કુલ 56 લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને 246 લોકોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ત્યાર બાદ સારવાર દરમિયાન પણ આ ઘટનામાં ગંભીરરૂપથી ઘવાયેલાં અન્ય બે લોકોના પણ મોત નિપજ્યાં હતાં. જેને કારણે મૃત્યુઆંક 58એ પહોંત્યો હતો. આ ઘટનામાં જે લોકો ભોગ બન્યા હતા તેના પીડિતો આજે પણ એ ઘટના યાદ કરીને કંપી ઉઠે છે. આ ઘટનામાં કોઈએ દિકરો, કોઈ પિતા તો કોઈએ પોતાનો પતિ ગમાવ્યો. સરકારી સહાયની જાહેરાતો તો થઈ પણ હજુ પણ ઘણાં પીડિતો સહાયની રાહ જોઈને દિવસો કાઢી રહ્યાં છે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં વરસાદી માહોલની મજા માણવી હોય તો આ સ્થળો છે બેસ્ટ, વિઝિટ કરીને જુઓ

ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા. સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે સાબિત થઈ ગયુ છે. આ કેસમાં પકડાયેલાં 77 માંથી કુલ 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમાંથી સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી. 14 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો અને પીડિતોના પરિવારોને ન્યાય મળ્યો.