ચા સાથે ભૂલથી પણ ન લેતા આ વસ્તુઓ, નહીં તો લાંબા ટાઈમ માટે આવશે દવાખાનાનો 'ખાટલો'
ઉધું ખાલીને ચા સાથે ગમે તે વસ્તુઓ ખાવાની આદત હોય તો ચેતી જજો. કારણકે, અમુક બેડ કોમ્બિનેશનવાળી વસ્તુઓ ખાવાથી મોટી સમસ્યા થાય છે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતમાં મોટા ભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા પીધા બાદ કરતા હોય છે. સવારની પહેલી તાજી અને કડક ચા પીધા બાદ લોકો તાજગી અનુભવતા હોય છે. ચામાં કેફીન હોવાથી લોકોમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. કેટલાક લોકોને ઓફિસ અથવા અન્ય કામો હોવાથી તેઓ દિવસમાં 3 વાર એટલે કે સવાર, બપોર અને સાંજે ચા પીતા હોય છે.
આ પણ વાંચોઃ હું સુતી હતી ત્યારે મારા ભાઈ અને એના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા! હીરોઈનનો મોટો ખુલાસો
લોકો માત્ર ચા જ નથી પીતા, તેમને તેની સાથે ચટાકેદાર નાસ્તો ખાવાની પણ આદત હોય છે. સ્વાદપ્રિય લોકો સવારે પણ ચટાકેદાર અને હેવી નાસ્તો લેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો લાઈટ નાસ્તો લેવાનું પસંદ કરે છે. પરંતુ લોકો ઘણીવાર ચા સાથે ન ખાવાનું ખાઈ લેતા હોય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આ કઈ વસ્તુઓ છે જેને ચા સાથે ન ખાવી જોઈએ આવો જાણીએ.
આ પણ વાંચોઃ કારમાંથી દારૂ મળતા આરોપીઓ સાથે પોલીસ શ્વાનને પણ પકડી ગઈ! પછી જર્મન શેફર્ડે પોલીસનો વારો કાઢ્યો
1) બેસન-
ગુજરાતની વાત કરવામાં આવે તો સવારે લોકો ચા સાથે ગરમા ગરમ વણેલા અથવા ફાફડા ગાંઠિયા ખાવાનું પસંદ કરતા હોય. ગુજરાત બહાર લોકો પકોડા અથવા ભજીયા ખાવાનું પસંદ કરતા હોય છે. વિશેષજ્ઞોની મુજબ ચા સાથે બેસનથી બનેલી કોઈ પણ વાનગી ખાવી ન જોઈએ. જો આ વસ્તુઓ ખાવામાં આવે તો પાંચન સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
આ પણ વાંચોઃ 'જવાન અને હોટ દેખાવા માટે પોટી ખાવી પડશે તો પણ ખાઈશ'- દુનિયાની સૌથી સેક્સી હીરોઈનનું નિવેદન
2) લીંબુ-
ફિટનેસ માટે લેમન ટી પીવાની ખૂબ સલાહ આપવામાં આવે છે કારણ કે કેટલાક લોકો માને છે કે તે ઝડપી વજન ઘટાડવા તરફ મદદરૂપ થાય છે. પરંતુ તે લોકોએ એ પણ જાણવું જોઈએ કે લીંબુના રસમાં ચા મિક્સ કરીને પીવાથી તે એસિડિક થઈ શકે છે અને શરીરમાં બળતરા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર જો સવારે ખાલી પેટ લેમન ટી પીવામાં આવે તો એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી, વધુ સારું છે કે તમે આ ચાને સંપૂર્ણપણે ટાળો.
આ પણ વાંચોઃ કારેલા, કંકોડા, ભીંડા, દૂધી અને પાલકના આ ફાયદા લેશો તો ક્યારેય નહીં ચઢવું પડે દવાખાનાનું પગથિયું!
3) હળદર-
હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. Afternoonteareadsના અહેવાલ મુજબ, હળદર અને ચા પત્તી એકબીજા સાથે સુસંગત નથી. જો કોઈ વ્યક્તિ હળદરની ચાનું સેવન કરે છે, તો તેને પેટમાં ગેસ, એસિડિટી અથવા કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
4) ઠંડી ખાદ્ય વસ્તુઓ-
ગરમ ચા સાથે અથવા ચા પછી તરત જ ઠંડી વસ્તુઓ ક્યારેય ન ખાવી. આમ કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ એ છે કે અલગ-અલગ વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયા નબળી પડી શકે છે અને ઉબકા આવવાની સમસ્યા થઈ શકે છે. ગરમ ચા પીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઠંડુ કંઈપણ ખાવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચોઃ Healthy Living: કેમ ખાવા જોઈએ રોજેરોજ લીલા શાકભાજી? આ અઢળક ફાયદા જાણીને તરત જ ખાવાનું શરૂ કરી દેશો
5) નટ્સ-
દૂધ સાથે આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાનું ટાળો. હોવર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ અનુસાર, બદામમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી ચા સાથે બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, ચા સાથે બદામ ખાવાનું ટાળો.
6) આયરનથી ભરપૂર શાકભાજી-
આયર્નથી ભરપૂર વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ મુજબ, ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે આયર્નને શોષતા અટકાવે છે. તેથી, આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, અનાજ, કઠોળ અને અનાજ ચા સાથે ટાળવા જોઈએ.
આ પણ વાંચોઃ સવારે નાસ્તામાં બ્રેડ ખાવાની આદત હોય તો આ જાણી લેજો, નહીં તો ડોક્ટર પણ અધ્ધર કરી દેશે હાથ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે