ahmedabad accident સપના શર્મા/અમદાવાદ : દીકરો હોય તો માતા-પિતાના ઘડપણનો સહારો બને છે. પરંતુ ચાંદલોડિયામાં રહેતા આત્મારામભાઈ રામાનુજ માટે તો આ સહારો પણ છીનવાઈ ગયો અને આ સહારો બીજો કોઈ નહીં પરંતુ કરોડપતિના દીકરા તથ્ય પટેલે છીનવ્યો છે. કેમ કે 22 વર્ષનો નીરવ રામાનુજ ગાડી રિપેર કરીને એસજી હાઈવે પર અકસ્માત થયેલ ગાડીને ચેક કરવા ઉભો રહ્યો હતો. ત્યારે 100 કરતાં વધારે કિલોમીટરની ગતિએ જઈ રહેલી કારે તેને ઉડાડ્યો. જેમાં નીરવનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. નીરવને કાળ ભરખી જતાં પિતાના જીવનની આશાઓ પણ ખોવાઈ ગઈ છે. કેમ કે 12 વર્ષ પહેલાં નીરવની માતાનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ પિતાએ મહેનત-મજૂરી કરીને દીકરા અને દીકરીનું ભરણપોષણ કર્યુ હતું. તેમને આશા હતી કે દીકરો મોટો થશે તો તેમનું જીવન તેના ભરોસે પસાર થઈ જશે. પરંતુ કરમની કઠણાઈ એવી કે તે તમામ આશા પર કરોડપતિના દીકરાએ પાણી ફેરવી દીધું છે. નીરવના પિતાની વૃદ્ધ અને નિરાધાર આંખો સરકાર પાસેથી ન્યાયની માંગણી કરી રહી છે. તો વહાલસોયી બહેનની આંખોમાં આવતા આંસુ સરકારને અપીલ કરી રહ્યા છે કે, સરકાર એવા પગલાં લે જેથી બીજા કોઈ પરિવારે ફરીવાર પોતાના ભાઈ કે દીકરાને ગુમાવવો ન પડે...        


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસ જી હાઇવે રોડ એક્સિડેન્ટમાં દરેક ઘરમાં માત્ર 21 કે 22 વર્ષના યુવકનું મૃત્યુ નથી થયું પણ તેની સાથોસાથ દરેક ઘરના આસરાની પણ હત્યા થઇ છે. ચાંદલોડિયામાં રહેતો 22 વર્ષીય નીરવ ઘરનો એક માત્ર દીકરો હતો. 12 વર્ષ પહેલા જ નિરવની માતાનું નિધન થઇ ચૂક્યું હતું. પિતાએ બંને ભાઈ બહેનનું ભરણપોષણ કરી જીવન વિતાવવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે દીકરો મોટો થશે તો બાકીનું જીવન તેના ભરોશે વીતી જશે પણ કર્મની કઠણાઈ કે યુવાન દીકરાને પણ કાળ ભરખી ગયો.


આ વીડિયો છે પુરાવો : 9 નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું, ગાડીની સ્પીડ વધુ હતી


નીરવ ગેરેજનું કામ કરી તેના વૃદ્ધ પિતા અને તેનું ગુજરાન ચલાવતો હતો.  એસ જી હાઇવે ઉપર જયારે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો ત્યારે મદદના ઇરાદે પોતે ત્યાં પહોંચ્યો હતો પણ તેની આ મદદ તેના પિતાને બેસહારા બનાવી ગઈ. જૅગુઆર કાર નીચે કચડાતા તેનું મૃત્યુ થયું અને પરિવારમાં માતમ છવાઈ ગયો.


નીરવની બહેનનું કહેવું છે કે મારા લગ્ન પછી ભાઈ જ પપ્પા માટે જમવાનું બનાવતો અને પછી ગેરેજ જતો. આ ઘટનાથી ન માત્ર મેં મારો ભાઈ ગુમાવ્યો છે પણ મારા પિતાના જીવનની આશાઓ પણ ખોવાઈ ગઈ છે. 


Gujarat Politics: BJPના 156 MLA ગાડીની નીચે ચાલનારા, ભાજપ માટે જૂથબંધી સીટ ગુમાવશે


નીરવનાં પિતાની વૃદ્ધ અને નિરાધાર આંખો સરકાર પાસેથી ન્યાયની માંગણી કરી રહી છે. પિતા અને બહેનની આંખોમાં આવતા આસું સરકારને અપીલ કરી રહ્યા છે કે સરકાર એવા પગલાં લે જેથી બીજા કોઈ પરિવારે ફરીવાર કોઈ બીજા નીરવને ન ગુમાવવો પડે.


ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થની યજમાનીનો ઈનકાર કરતાં અમદાવાદને તક, સરકારે કર્યો આ ખુલાસો