ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો ઈનકાર કરતાં અમદાવાદને તક, સરકારે કર્યો આ ખુલાસો

2026 Commonwealth Games : ગુજરાત સરકારના અધિકારીઓએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે 2026માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ 
 

ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો ઈનકાર કરતાં અમદાવાદને તક, સરકારે કર્યો આ ખુલાસો

Gujarat Government On Games: ભારતમાં 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અંગેની ચર્ચા વચ્ચે ગુજરાત સરકારે મોટું નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ખસી ગયા બાદ આ ગેમ્સ અમદાવાદમાં યોજવામાં આવી શકે છે. જોકે, આ ફક્ત ચર્ચાઓ છે. સરકારના ઓફિશિયલ અધિકારીઓ આ મામલે ઈનકાર કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ ના પાડતાં હવે કોમનવેલ્થ ક્યાં યોજાશે એ સૌથી મોટો સવાલ છે. ભારત અને એમાંયે અમદાવાદ 2036ની યજમાની માટે અત્યારથી તૈયારીઓમાં લાગી ગયું છે. 

ગુજરાત સરકારના અધિકારીઓએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે 2026માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેઓએ ઉમેર્યું હતું કે તેમનું લક્ષ્યાંક 2036 ઓલિમ્પિક ગેમ્સના હોસ્ટિંગ અધિકારો મેળવવાનો છે. ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાંથી ખસી ગયા બાદ અમદાવાદમાં આ ખેલોના યજમાની પર વિચારાઈ શકે છે.

કોમનવેલ્થ ગેમ્સ પર નિવેદન
જ્યારે રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના અધિકારો પ્રાપ્ત કરવા માંગે છે, ત્યારે તેમણે નામ ન આપવાની શરતે કહ્યું કે તેમને આવા કોઈ પગલાની જાણ નથી. રમતગમત વિભાગના નાયબ સચિવ યુએ પટેલે પણ આવા અહેવાલોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે તેમનું ધ્યાન 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની હાંસલ કરવા પર છે.

ઓલિમ્પિક ખેલો પર ફોકસ

સરકારનું ધ્યાન હવે 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે હોસ્ટિંગ અધિકારો મેળવવા પર છે. કોમનવેલ્થ ગેમ્સ 2026ની યજમાની અંગે ગુજરાત સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોમનવેલ્થ 2026ના આયોજનની મેજબાની ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાને મળી હતી. હવે જંગી ખર્ચને જોતા ઓસ્ટ્રેલિયાએ પીછેહઠ કરી છે. આ પછી ખબર પડી કે ભારત આ ગેમ્સનું આયોજન કરી શકે છે અને આ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજવામાં આવી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં યોજાવાની છે. જે ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. તેઓ આ સમય સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા નથી. જો તે ખૂબ જ જલ્દી થાય તો પણ કામ 2028 સુધીમાં પૂર્ણ થઈ જશે. 2024 ઓલિમ્પિક ગેમ્સની યજમાની પેરિસને તો 2028 માટે લોસ એન્જલસ આ યજમાની કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news