આ વીડિયો છે પુરાવો : 9 નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું હતું, હા, ગાડીની સ્પીડ 120 પર હતી

Ahmedabad Iskon Bridge Accident : નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની બેદરકારીનો વધુ એક પુરાવો આવ્યો સામે..કર્ણાવતી ક્લબ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી તથ્યની ગાડી...આજે તથ્યને કોર્ટમાં કરાશે રજૂ...

આ વીડિયો છે પુરાવો : 9 નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું હતું, હા, ગાડીની સ્પીડ 120 પર હતી

ahmedabad accident સપના શર્મા/અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ યુવતી સહિત 5 લોકોની અટકાયત કરાઈ છે. આખા દેશમાં હાલ અમદાવાદનો અકસ્માત ચર્ચાઈ રહ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જેમનો કોઈ વાંક ન હતો. તેમનો વાંક એટલો જ હતો કે, તે સમયે તેઓ ત્યા હાજર હતા. એક ઘનાઢ્ય પરિવારના નબીરાએ 150 કિમીની સ્પીડે કાર હંકારીને હસતા રમતા 9 પરિવારોમાં માતમ લાવી દીધો છે. ત્યારે ગઈકાલથી તથ્યના અનેક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેના ચહેરા પર જરા પણ ડર હોય તેવુ લાગતુ નથી. આવામાં એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલની ઝડતી લીધી હતી, તે જોવા મળે છે. 

સાચુ બોલ કાર સ્પીડમાં હતી કે નહિ 
તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.  નબીરા તથ્ય પટેલની ધરપકડ કરાઈ છે પોલીસની FIRમાં તથ્ય પટેલની ઉંમર 20 વર્ષ લખવામાં આવી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીનો નવો વીડિયો સામે આવ્યો છે. અકસ્માત બાદ અન્ય લોકોએ તથ્ય પટેલને માર મારીને ધોઈ નાંખ્યો હતો. લોકોએ તેને પૂછ્યુ હતું કે, સાચું બોલ કાર સ્પીડમા હતી કે નહીં, તો તથ્ય બોલે છે કે, હા, 120 પર હતી. આથી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, આથી તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું.’ આ વીડિયો પુરાવો છે કે, તથ્ય સ્વીકારે છે કે તેની ગાડીની સ્પીડ વધારે છે. 

તથ્ય પોલીસની જીપના ફૂટરેસ્ટ પર બેઠેલો દેખાય છે, આ દરમિયાન તેનો વીડિયો ઉતારવામાં આવે છે અને પ્રજા દ્વારા તેના રિમાન્ડ બાદ પૂછપરછ કરવામાં આવે છે, તથ્ય પટેલ કબૂલ કરે છે કે તેની કારની સ્પીડ 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જઈ રહી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023

અકસ્માત પહેલાના નવા સીસીટીવી
ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીની કારના નવા CCTV પણ સામે આવ્યા છે. કર્ણાવતી ક્લબ પાસેના કેમેરામાં તથ્યની કાર કેદ થઈ છે. આરોપી તથ્યની કાર વધુ ગતિમાં હોવાનું દેખાયું છે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત પહેલાંના CCTV હોવાનો ખુલાસો થયો છે. 9 નિર્દોષ નાગરિકોની હત્યા પહેલાંના CCTV છે. 

હાલ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યની પૂછપરછ ચાલી રહી છે. આરોપી તથ્ય પટેલને પૂછપરછ માટે અમદાવાદ CP ઓફિસ લાવવામાં આવ્યો છે. તથ્યની CP ઓફિસ પર પૂછપરછ પૂર્ણ થઈ છે. CP ઓફિસથી ફરી આરોપી તથ્યને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. આરોપી તથ્ય અને તેના પિતા સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. કોર્ટમાં રજૂ કરીને પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરાશે. આ કેસની તપાસમાં 1 JCP, 3 DCP અને પાંચ PI કરી રહ્યા છે.

તથ્યના પિતા પણ છે રીઢો ગુનેગાર
અમદાવાદના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જ્યારે આ ગમ્ખવાર અકસ્માતમાં જેગુઆર કાર ચાલક તથ્ય બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ત્યારે પુત્રની એક કરતૂતે પિતાની ગુનાહિત હિસ્ટ્રી ફરી લોકો સામે ખોલી દીધી છે. તથ્ય પટેલે ઓવર સ્પીડમાં કાર દોડાવી નવ લોકોનો ભોગ લીધો છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ સામે સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ આચર્યોનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. આ સાથે જે સોલામાં બે, શાહપુરમાં એક, રાણીપમાં એક, ક્રાઇમ બ્રાન્ચમાં એક, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એક, ડાંગમાં એક અને મહેસાણામાં એક સહિત કુલ આઠ ગુના નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news