Ahmedabad News : કોઈ વિચારી પણ ન શકે તેવુ મોત એક પત્ની તેના પતિને રોજ ધીરે ધીરે કરીને આપી રહી હતી. પ્રેમીને પામવા માટે પત્નીએ પતિને મારવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં નડતર રૂપ આવતા પતિના કાંટો કાઢવા માટે પત્ની તેના પતિના પ્રોટીન શેકમાં ઉંઘની ગોળી આપતી હતી. આ ઓછું હતું ત્યાં તે એક્સપાયરી થયેલી દવાઓ સહિતના કેટલાય કેમિકલ નાંખીને પતિને આપતી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના કપકપાવી દે તેવી છે. પતિને બાથરૂમમાં મળેલા એક અજાણ્યા ફોનથી પત્નીની આ કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આખરે કોર્ટે બંનેએ છૂટાછેડા માટે કરેલી અરજી ગ્રાહ્ય રાખી ડિવોર્સ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના કોઈના પણ કાન સરવા કરી દે તેવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. જેમાં વર્ષ 2010 માં એક યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ 2011 ના વર્ષમાં તેમના પરિવારમાં પુત્રનુ આગમન થયુ હતું. લગ્નના પહેલા દોઢ વર્ષ તો બધુ સારુ ચાલ્યું, પરંતુ તેના બાદ બંને વચ્ચે તકરાર વધવા લાગી. આ બાદ પતિની તબિયત ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી. તેને વારંવાર ઊંઘ આવતી હતી. 


ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી


આ દરમિયાન પતિ સૂતો હતો, ત્યારે તેની પત્ની ન્હાવા ગઈ હતી. તે સ્નાન કરીને બહાર આવી, તેના બાદ પતિ બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેની નજર એક ફોન પર ગઈ હતી. આ ફોન પત્નીનો ન હતો. અજાણ્યો ફોન ચેક કરતા જ પતિના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. 


પતિએ ફોનમા નંબર ચેક કરતા તેમાં એક અજાણ્યો નંબર હતો. જેના વોટ્સએપ ચેટમાં લખ્યુ હતું કે, આજે 5 ગોળી આપી છે. હવે થોડા સમયમાં પૂરો થઈ જશે. આ મેસેજ બાદ પતિ ગભરાઈ ગયો હતો. તેણે પરિવારને જાણ કરી હતી. જેના બાદ પત્નીની કરતૂતનો ભાંડો ખૂલ્યો હતો. 


હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ


પરિવારની સામે પત્નીએ કબૂલ્યુ કે, તે છેલ્લા કેટલાક મહિનાથી અન્ય એક યુવકના પ્રેમમાં હતી. તેથી તે પતિને સ્લો પોઈઝન આપતી હતી. તે પતિને રોજ તેના પ્રોટીન શેકમાં ઊંઘની દવા નાંખીને આપતી. તો સાથે જ એક્સપાયરી થયેલી દવા ખવડાવતી. આ ઉપરાંત કેટલાક કેમિકલ પણ તેના ભોજનમાં નાંખી દેતી. જેથી પતિને ધીરે ધીરે મોત આવે. 


પત્નીની આ કબૂલાત સાંભળી પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે પતિએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી. બંને પક્ષની સંમતિ હોવાથી કોર્ટે છૂટાછેડા માટે મંજૂરી આપી હતી. 


ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈની એક ઝલક જોવા અમદાવાદ એરપોર્ટ પર ભીડ ઉમટી, PHOTOs