Start Up Idea અતુલ તિવારી/અમદાવાદ : વિટામિન D નાં કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જેના કારણે શરીરમાં હાડકાના દુખાવા, રોગ પ્રતિકારક શકિત ઘટવા જેવી સમસ્યાઓ પેદા થાય છે. આજકાલ લોકો મોટાભાગે ઓફિસોમાં જ હોય છે, તો અનેક લોકો દિવસો સુધી તકડો જોતા નથી. આવામાં વિટામિન ડી કેવી રીતે સરળતાથી મળી શકે એવા વિચાર સાથે બાયોટેક વિષય સાથે માસ્ટર કરનાર રોહિત કલાલે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. સામાન્ય રીતે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા નાસ્તા દ્વારા વિટામિન D મળી રહે તેવું સ્ટાર્ટ અપ સફળ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત કલાલ કોઈપણ પ્રકારની દવા વગર ફૂડ પ્રોડક્ટનાં માધ્યમથી વિટામિન ડી મળે એવી વાનગીઓ તૈયાર કરે છે. જેમાં ખાખરા, બિસ્કીટ સહિત જુદી જુદી વાનગીઓમાં મશરૂમનો ઉપયોગ કર્યો. આ વાનગીઓમાં વિટામિન ડી મળી રહે છે. વિટામિન D મળી રહે એ અંગે સ્ટાર્ટ અપ krnaar રોહિત કલાક કહે છે કે, મશરૂમનાં સેવનથી વિટામિન ડી અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહેતું હોય છે. વિટામિન ડીની ઉણપ હોય એમના માટે બજારમાં કેટલીક દવાઓ ઉપલબ્ધ છે, જેનાં માટે માછલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ શાકાહારી સોર્સમાંથી વિટામિન ડી લોકોને મળી રહે એવું સંશોધન કરાયું છે. 


રોહિત કલાલ કહે છે કે, હજી ચોકલેટ અને ચા-કોફીમાંથી પણ વિટામિન ડી મળી રહે એવા પ્રયાસ કરાઈ રહ્યા છે. એક ચોકલેટ ખાતા જ દિવસમાં શરીરને જે વિટામિન ડીની જરૂરિયાત હોય છે તે પૂરી થઈ જાય છે. સામાન્ય રીતે મશરૂમને સીધુ ખાવામાં લોકો સમસ્યા અનુભવતા હોય છે, પરંતુ તેને સ્નેક્સ આઈટમમાં ઉમેરવામાં આવશે. જેથી લોકોને તે ગમશે. 


આ પણ વાંચો : 


જગતગુરુ રામભદ્રાચાર્યએ PM નરેન્દ્ર મોદી માટે કરી મોટી ભવિષ્યવાણી, 2024 માં...


ભગવાન જગન્નાથના નવા રથની તૈયારીઓ, બનાવતા પહેલા જગન્નાથ પુરીના રથનો પણ અભ્યાસ કરાયો


રોજિંદા ઉપયોગમાં લેવાતાં બિસ્કીટ, ખાખરા સહિત વાનગીઓમાં મશરૂમના માધ્યમથી વિટામિન ડી મેળવી શકે તેવો પ્રયોગ કરાયો, જે સફળ રહ્યો છે. આ સ્ટાર્ટ અપ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી લેબવર્ક અને મેન્ટર સપોર્ટ મળ્યો છે. જીટીયુમાં થતી તમામ મીટીંગ્સની અંદર અમારી સ્નેક્સ આઈટમનો વપરાશ થાય છે. જીટીયુ દ્વારા કેમ્પસની અંદર આ યુવાને એક કેન્ટીન માટે જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, કોરોના વખતે થયેલા અભ્યાસમાં સામે આવ્યું કે, વિટામિન Dની ઉણપને કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. પરિણામ સ્વરૂપે કોરોનામાં અનેક લોકોને સજા થવામાં તકલીફ અનુભવાઈ હતી. શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ જળવાય તો રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે અને હાડકાની પણ સમસ્યાઓથી મુક્ત રહી શકાય છે. 


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસનો કાળો કિસ્સો : ગુજરાત વિરોધીઓએ નર્મદા ડેમનું અટકાવી દીધું કામ


આ પણ વાંચો :