અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 તારીખે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાતને લઈને મોટેરા સ્ટેડિયમમાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે. પરંતુ આપહેલા 21 ફેબ્રુઆરીએ એક નવો વળાંક આવ્યો અને કાર્યક્રમને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટિની રચના થયા બાદ આજે તેની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક માત્ર 10 મિનિટમાં પૂરી થઈ ગઈ હતી. તો બેઠક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ મીડિયા સાથે વાત કર્યાં વિના ચાલતા થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકો થયા સમિતિમાં સામેલ
બેઠકમાં અમદાવાદના સાંસદો ડો. કિરીટ સોલંકી અને હસમુખ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, પદ્મભૂષણ બી.વી.દોશી, ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ સામેલ હતા. આ બેઠક યોજ્યા બાદ સમિતિના સભ્યોએ મોટેરા સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. આ સમિતિમાં અન્ય બે સભ્ય તરીકે પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને GTU કુલપતિ ડૉ.નવીન શેઠ પણ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રથમ બેઠકમાં બન્ને સભ્યો ગેરહાજર રહ્યા હતા.


ટ્રમ્પની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે અમદાવાદ પોલીસે બનાવ્યો જડબેસલાક Action Plan


મહત્વનું છે કે, શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્સ નાગરિક અભિવાદન સમિતિની સંસ્થા યોજી રહી છે. આ સમિતિની અચાનક રચના કર્યા બાદ અમદાવાદના મેયર બિજલ પટેલને ચેરપર્સન બનાવ્યા હતા. તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદોને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક