મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસ જવાનો પર કોરોનાનો કહેર વરસી પડ્યો છે. જનતા કરફ્યૂના દિવસથી પોલીસ જવાનો ખડેપગે સતત ફરજ બજાવી રહ્યાં છે. સૌથી વધુ અમદાવાદ પોલીસના જવાનો કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. જેને કારણે પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. આજે વધુ 8 પોલીસકર્મીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જમાલપુર, દરિયાપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર જેવા કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને વાયરસનો ચેપ લાગી રહ્યો છે. પોલીસ તંત્રમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. કુલ 105 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદ પોલીસમાં 41 સ્થાનિક પોલીસ જવાનોને ચેપ લાગ્યો છે. બાકીના SRP અને TRB જવાન સહિતના કર્મચારીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. 


આખું ગુજરાત ફેરવાયું અગનગોળામાં, 5 શહેરોનું તાપમાન 43 ડિગ્રીથી વધુ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાન્ચના PSI કોરોનાના ઝપેટમાં
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PSI કોરોનાના ઝપેટમાં આવ્યા છે. પીએસઆઈ સંજય દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યાની આશંકા છે. હાલ સિવિલ કોવિડ હોસ્પિટલમાં  PSI સંજય દેસાઈને સારવાર માટે રખાયા છે. 


રાજકોટમાં ટીખળખોરોનું કારસ્તાન, દુકાનના શટરને તલવારના ઘા માર્યા 


17 પોલીસ કર્મચારીઓ સાજા થયા 
તો બીજી તરફ, કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થનારા પોલીસ કર્મચારીઓનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. આજે અમદાવાદમાં 3 પોલીસ કર્મીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા  છે. અત્યાર સુધી  17 પોલીસકર્મીઓ સ્વસ્થ થઈ ગયા. 


વડોદરાનું આજનું કોરોના રિપોર્ટ કાર્ડ: 22 નવા કેસનો ઉમેરો, 9 દર્દીઓ રિકવર થયા  


સ્વસ્થ થઈ ઘરે આવેલા પીઆઈનું ફુલોથી સ્વાગત 
ખાડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. તેઓને આજે સમરસ હોસ્ટેલમાંથી રજા અપાઈ છે. પીઆઇ સ્વસ્થ થઈ ઘરે પહોંચતાં સોસાયટીના રહીશો દ્વારા ફૂલોથી તેઓનું સ્વાગત કરાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર