આખું ગુજરાત ફેરવાયું અગનગોળામાં, 5 શહેરોનું તાપમાન 43 ડિગ્રીથી વધુ
ગુજરાતમાં ગરમીની જોરદાર ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ખરેખર સમગ્ર ગુજરાત અગનગોળામાં ફેરવાયુ હોય તેવું અનુભવાઈ રહ્યું છે. હવામાન વિભાગના આંકડા તેનો બોલતો પુરાવો છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી પણ વધી નોંધાયુ છે. ગુજરાતની ધરતી જ્યારે સતત તપી રહી હોય, તેમ ગુજરાતમાં ગરમીના પારા (Heatwave) નો વધારો થઈ રહ્યો છે. તો લોકડાઉન વચ્ચે પણ લોકો તપતી ગરમીમાં બહાર રખડતા જોવા મળી રહ્યાં છે. જોકે, આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં ગરમીની જોરદાર ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ખરેખર સમગ્ર ગુજરાત અગનગોળામાં ફેરવાયુ હોય તેવું અનુભવાઈ રહ્યું છે. હવામાન વિભાગના આંકડા તેનો બોલતો પુરાવો છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી પણ વધી નોંધાયુ છે. ગુજરાતની ધરતી જ્યારે સતત તપી રહી હોય, તેમ ગુજરાતમાં ગરમીના પારા (Heatwave) નો વધારો થઈ રહ્યો છે. તો લોકડાઉન વચ્ચે પણ લોકો તપતી ગરમીમાં બહાર રખડતા જોવા મળી રહ્યાં છે. જોકે, આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...
- અમદાવાદ 43.8 ડિગ્રી
- સુરેન્દ્રનગર 43.6 ડિગ્રી
- વડોદરા 43.2 ડિગ્રી
- ડીસા 43.1 ડિગ્રી
- ગાંધીનગર 43 ડિગ્રી
- ભાવનગર 42.1 ડિગ્રી
દ્વારકાધીશના આશીષ અને પરફેક્ટ એક્શન પ્લાનનું સહિયારું ફળઃ સમગ્ર દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નહિ
હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થશે. આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી વધીને 44થી45 ડીગ્રી સુધી પહોંચી શકે છે. જે અનુસાર સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે.
અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી પહોંચ્યો છે. જિલ્લાના મોડાસા શામળાજીમાં ગરમીનો પારો 42૨ ડિગ્રી પહોંચ્યો છે તેવુ સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળ્યું. અરવલ્લીના જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે. તો બીજી તરફ, કોરોના કહેર વચ્ચે ગરમી વધતા લોકો પરેશાન થઈ રહ્યાં છે.
આ ઉપરાંત આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે, આગામી દિવસોમાં એવુ નહિ થાય. ગરમીનો પારો હજી વધી શકે છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, ગોંડલ, જસદણ સહિત અનેક પંથકોમાં સર્વત્ર કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોના માથે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કમોસમી
વરસાદથી ઉનાળુ પાક નાશ પામી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે