અતુલ તિવારી/અમદાવાદ :વિશ્વભરમાં હાલ સૌથી વધુ કફોડી હાલત કોરોના વોરિયર્સની બની છે. ફ્રન્ટ લાઈન પર રહીને કામ કરવુ ફરજનો ભાગ છે, અને તેમાં કોરોના સામે લડત છે. વિશ્વભરમાં અનેક તબીબો અને પોલીસ કર્મચારીઓ ફ્રન્ટ લાઈન પર કામ કરતા સમયે કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર થયા છે. છેલ્લા 5 દિવસમાં 12 ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. આજે વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઈન્ટર્ન તબીબો કોવિડ 1200 બેડ હોસ્પિટલ અને બહાર ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓની સારવાર કરે છે.


1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 મેથી અમદાવાદની બીજે મેડિકલ કોલેજના સતત એક બાદ એક ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાના શિકાર થઈ રહ્યા છે. સિવિલમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓના કોરોના ટેસ્ટ કરવાનું કામ ઈન્ટર્ન ડોક્ટરોના શિરે છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ મચ્યો છે. આશરે 250 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાની સારવાર માટે સતત કોવિડ હોસ્પિટલમાં જોડાયેલા રહ્યા છે. 


અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા 


આવી કફોડી સ્થિતિમાં મૂકાયેલ ઈન્ટર્ન ડોક્ટરોએ ફરિયાદ કરી છે કે, પ્રથમ અને બીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો સિવાય કોઈ સિનિયર રેસિડેન્ટ અથવા પ્રોફેસરો દર્દીઓની સારવાર કરતા નથી. ઈન્ટર્ન ડોક્ટરો અને પ્રથમ સને બીજા વર્ષના રેસિડેન્ટ ડોકટરો સતત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અગાઉ કોરોનાના દર્દીઓની સારવાર બાદ ઈન્ટર્ન ડોકટરોને ક્વોરેન્ટાઈન ટાઈમ 14 દિવસનો અપાતો હતો, જે હવે ઘટાડીને માત્ર 5 દિવસ કરી દેવાયો છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI ગોવિંદભાઈ દાંતણીયાનું ગઈકાલે કોરોનોથી મૃત્યુ  થયું હતું. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ મામલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. અત્યાર સુધી ગુજરાત પોલીસના 3 પોલીસ કર્મીઓના કોરોના સંક્રમણ લાગવાથી મૃત્યુ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર