CBSE પરિણામ : વગર ટ્યુશને મહેનત કરીને આ અમદાવાદી વિદ્યાર્થીએ 98.33% મેળવ્યા
CBSE એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે ધોરણ 12નું પરિણામ 88.78 ટકા નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.38 ટકા વધારે છે. ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લા 3 કે 4 વિષયની પરીક્ષા બાકી રહી હતી, જો કે વિદ્યાર્થીઓની અંતિમ પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે પછી આ પરિણામની જાહેરાત થઈ છે. જેમાં અમદાવાદના બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા જીનય ડગલી નામના વિદ્યાર્થીએ 98.33% મેળવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :CBSE એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે ધોરણ 12નું પરિણામ 88.78 ટકા નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.38 ટકા વધારે છે. ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લા 3 કે 4 વિષયની પરીક્ષા બાકી રહી હતી, જો કે વિદ્યાર્થીઓની અંતિમ પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે પછી આ પરિણામની જાહેરાત થઈ છે. જેમાં અમદાવાદના બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા જીનય ડગલી નામના વિદ્યાર્થીએ 98.33% મેળવ્યા છે.
CBSE ધોરણ-10ના પરિણામમાં ગુજરાતની આ વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો
જીનયે વર્ષ 2018માં ધોરણ 10ની પરીક્ષામાં પણ 99 ટકા મેળવ્યા હતા અને માત્ર અમદાવાદ કે ગુજરાત નહિ પરંતુ અજમેર રિઝન, કે જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે, તેમાં પહેલો ક્રમાંક પ્રાપ્ત થયો હતો. માત્ર આટલું જ નહીં જિનયની વાત કરીએ તો ટ્યુશન વગર માત્ર સ્કૂલ અને શિક્ષકોના સાથ અને સહકારથી આ પરિણામ હાંસલ કર્યું છે.
કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE ધોરણ-10માં મેળવ્યા 91%
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને તેમના સીબીએસઇ બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ 2020 જોવા માટે સીબીએસઇની વેબસાઇટ cbse.nic.in પર વિઝિટ કરવાની રહેશે. ત્યાર બાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઇટ અને સીબીએસઇ રિઝલ્ટ. તેમાંથી રિઝલ્ટની લિંક પર ક્લિક કરી રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકો છો. સીબીએસઇના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાયરેક્ટ જઇને પણ વિદ્યાર્થી તેમનું રિઝલ્ટ જોઇ શકે છે. આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ CBSE 10th Board Examમાં ભાગ લીધો હતો. આ વર્ષ CBSE બોર્ડનું મેરિટ લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર