અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ હવે પ્રદૂષણના મામલે દિલ્હીના લેવલ પર આવી રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તેમાં પણ દિવાળી બાદ એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચો ગયો છે. સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનો આંક વધ્યો છે. આજે 12 નવેમ્બરના રોજ અમદાવાદમાં વાયુનું પ્રદૂષણ "મોડરેટ" કેટેગરીમાં રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝના ચાર દિવસ બાદ ‘હેલ્લારો’ સામે નોંધાઈ ફરિયાદ, ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો થયો છે ઉપયોગ...


ઉલ્લેખનીય છે કે, દિવાળીમાં ફટાકડા સૌથી વધુ ફોડાય છે. તેમાં પણ ગુજરાતીઓ ફટાકડા ફોડવામાં ક્યાંય બાકી રહી જાય તેવા નથી. ત્યારે આવા શોખમાં હવાનું પ્રદૂષણ વધી જતું હોય છે. દિવાળી સમયે એર ક્વોલિટી ઈન્ડેક્ષ ગુડ કેટેગરીમાં હતું. પરંતુ દિવાળી બાદ અમદાવાદના અનેક શહેરમાં વાયુનું પ્રદૂષણ વધ્યું છે. જેમ કે, પિરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલ, રાયખડ, એરપોર્ટ, નવરંગપુરા જેવા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે. તમામ વિસ્તારોમાં AQI 110 થી 160 વચ્ચે જોવા મળ્યો છે. 


જયંતી ભાનુશાળી મર્ડર : તબેલાથી શરૂ થયેલો વિવાદ કેવી રીતે હત્યા સુધી પહોંચ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થયો


12 નવેમ્બર, 2019ના રોજ સવારે 06:11:26 કલાકે લેવાયેલ આંકડા


  • બોપલ 


Pollutant    AQI
PM10    128    Moderate
PM2.5    168    Moderate


  • પિરાણા


Pollutant    AQI
PM10    126    Moderate
PM2.5    119    Moderate


  • રખિયાલ


Pollutant    AQI
PM10    145    Moderate
PM2.5    137    Moderate


  • રાયખડ


Pollutant    AQI
PM10    153    Moderate
PM2.5    143    Moderate


  • ચાંદખેડા


Pollutant    AQI
PM10    140    Moderate
PM2.5    111    Moderate


  • એરપોર્ટ 


Pollutant    AQI
PM10    137    Moderate
PM2.5    127    Moderate


  • ગિફ્ટ સિટી 


Tue, Nov 12, 2019 06:11:26 am
Pollutant    AQI
PM10    139    Moderate
PM2.5    138    Moderate


  • AQI કેટલું between 


0-50 એટલે સારું 
51-100 એટલે સંતોષજનક 
101-200 એટલે મધ્યમ 
201-300 ખરાબ  
301-400 બહુ જ ખરાબ
 401-500 ગંભીર  
Above 500 અત્યંત ખરાબ ગેટેરીમાં 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube