અર્પણ કાયદાવાલા/હિતલ પારેખ/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે અમદાવાદમાં 327 નવા કેસ નોંધાયા છે. આવામાં વધુને વધુ લોકો સંક્રમણમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં વધુ એક ભાજપ કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન જોશીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. સાધનાબેન અને તેમના પરિવારના બીજા સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સાધનાબેન તાજેતરમાં જ અમદાવાદના મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવાથી તેનો વિવાદ થયો હતો. તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર હાજર રહ્યા હતા. 


ગુજરાતમાં 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 6 ઈંચ નોંધાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં નારણપુરા ભાજપી કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ આવતા AMC શાસકોમાં હડકંપ મચ્યો છે. 5 જુનના કાર્યક્રમમાં સાધના જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક અને પૂર્વ મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી ગાઈડલાઈન મુજબ, હાલ તંત્ર દ્વારા સાધના જોશીના એક સપ્તાહ જૂના સંપર્કોને કોન્ટેકટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. સાધનાબેનનો ટેસ્ટ ક્યારે કરાયો તે અંગે મેયર સહિતના આગેવાનોએ તપાસ શરૂ કરી છે. 5 થી 12 જૂન વચ્ચે ટેસ્ટ થયો હોય તો આ તમામ શાસકોને ક્વોરેન્ટાઈન થવું પડી શકે છે. 


રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી 


ગાંધીનગરમાં અખબાર ભવનમાં કોરોના પહોંચ્યો
ગાંધીનગરના અખબાર ભવનમાં કોરોના પહોંચ્યો છે. અહીં પોઝિટિવ કેસ આવતા સમગ્ર અખબાર ભવનને સેનેટાઇસ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અખબાર ભવનને બહારથી અને અંદરથી સેનેટાઈટ કરાઈ છે. તેમજ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. ગાંધીનગર અખબાર ભવનમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર