રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી

ભાવનગરમાં એક અજીબ ઘટના બની હીત. ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં એક બાળનું માથું કુકરમાં સલવાયું હતું. ઘરમાં રમતા રમતા એક વર્ષની બાળાના માથામાં કૂકર ઘૂસી ગયું હતું. મહામહેનતે બાળાના માથામાંથી કુકર બહાર કઢાયું હતું. ભાવનગરની સરટી હોસ્પિટલના ડોક્ટરોએ મહામહેનતે માથામાંથી કુકર દૂર કર્યું હતું. 

રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી

નવનીત દલવાલી/ભાવનગર :ભાવનગરમાં એક અજીબ ઘટના બની હીત. ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં એક બાળનું માથું કુકરમાં સલવાયું હતું. ઘરમાં રમતા રમતા એક વર્ષની બાળાના માથામાં કૂકર ઘૂસી ગયું હતું. મહામહેનતે બાળાના માથામાંથી કુકર બહાર કઢાયું હતું. ભાવનગરની સરટી હોસ્પિટલના ડોક્ટરોએ મહામહેનતે માથામાંથી કુકર દૂર કર્યું હતું. 

શુક્રવારે આ ઘટના બની હતી. એક બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી, ત્યારે રમત રમતમાં તેનું માથુ કૂકરમાં ઘૂસી ગયું હતું. જાણે માથા પર હેલ્મેટ પહેર્યું હોય તેમ કૂકર માથામાં ઘૂસી ગયું હતું. ઘરમાં જ તેના માતાપિતાએ અને સ્વજનોએ કૂકરને દૂર કરવાનો અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ કાઢી શક્યા ન હતા.

બાળક પોતાના ઘરે રમતા રમતા માથામા કુકર સલવાઈ ગયેલ હતું, ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતા કુકર ન નીકળતા, બાળકીને અત્રેની સર ટી. હોસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગમા લાવવામાં આવી હતી. અહીં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વકની 45 મિનિટની સઘન મહેનતના અંતે બાળકના માથામાથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા.

આ વિશે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક ગથાણીએ જણાવ્યું કે, અમે પૂરા પ્રયાસો કર્યા હતા, પણ બાળકીનું માથુ બહાર આવી શક્યુ ન હતું. બાળકીના માથા પર ઈજા પણ આવી હતી, અને તેનુ માથુ સૂજી ગયું હતું. હાલ તેને ઓર્બ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. જોકે, તેની તબિયત સારી છે. 

આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલેશ્વર, એડમીન હાર્દિક ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષાબેન, તૃપ્તિબેન અને સર ટી. હોસ્પિટલની આ રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના પલ્સ, ઓક્સિજન લેવલ તમામનું સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. બાળકના માથામાં ફસાયેલા આ કૂકરને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news