ગાંધીનગરઃ ગાંધીનગરના અક્ષરધામ ખાતે 2002માં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ યાસીન ગુલામ બટ્ટ ગુજરાત પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. ગુજરાત એટીએસ દ્વારા કેન્દ્રીય ગુપ્ચર એજન્સીઓની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અક્ષરધામ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડની કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને હવાઈ માર્ગે દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ મંદિરમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાના સંદર્ભે જે-તે સમયે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય સુત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. અક્ષરધામ હુમલાના તમામ આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. 


વિધાનસભાઃ ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં પસાર


હવે, લશ્કરે તોયબાના આ મુખ્ય સુત્રધાર યાસીન ગુલામ બટ્ટ નામના આતંકીને પકડી લેવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "અક્ષરધામ હુમલાના મુખ્ય આરોપી યાસીન ગુલામ બટ્ટની અનંતનાગ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હીથી હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર વિશેષ સુરક્ષા હેઠળ આરોપીને લઈ જવામાં આવશે."


નલિયા કાંડ: વિધાનસભામાં છેવટે રિપોર્ટ મૂકાયો, ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર...
 
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, "ગુજરાત પોલીસ આતંકવાદીઓને પકડી લેવામાં સક્ષમ છે અને અક્ષરધામ હુમલાના મુખ્ય સૂત્રધારને પકડીને પોતાની કાબેલિયતનો પુરાવો આપ્યો છે. ગુજરાત પોલીસને છેલ્લા ઘણા સમયથી માહિતી મળી હતી કે અક્ષરધામ હુમલાનો આતંકી યાસીન ગુલામ બટ્ટ કાશ્મીરમાં છુપાયેલો છે. આ ગુપ્ત માહિતીના આધારે યાસીન બટ્ટની ગતિવિધીઓ પર વોચ રાખવામાં આવતી હતી. આખરે, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી તેને પકડી લેવામાં સફળતા મળી છે."


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....