વિધાનસભાઃ ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં પસાર

સુધારેલા વિધેયકમાં સજા અને દંડમાં કરાયો વધારો, ત્રણ મહિના થી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ, દસ હજાર થી બે લાખ રુપીયાના દંડની જોગવાઈ
 

વિધાનસભાઃ ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં પસાર

હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે 'ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક' બહુમતિ સાથે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. વિધેયકમાં સજા અને દંડમાં વધારો કરાયો છે. નવા સુધારા મુજબ હવે ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને રૂ.10 હજારથી રૂ. 2 લાખ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ અને પાણી નિકાલ સંબંધિત વિવિધ અપરાધો માટે જુદા-જુદા દંડ-સજાની જોગવાઈ કરવામાં આવે છે.

વિધેયકમાં કરવામાં આવેલી નવી જોગવાઈઓ

  • ત્રણ મહિના થી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ.
  • 10 હજાર થી 2 લાખ રૂપિયાના દંડની જોગવાઈ.
  • નહેરમાં છેદ પાડે, નહેરની મજબૂતાઈ અથવા સલામતીને નુકશાની પહોંચાડે તેવા પ્રયત્નો સામે મહત્તમ બે વર્ષ સુધીની કેદ અને બે લાખનો દંડ.
  • નહેરોના પાણીને પ્રદુષિત કરનાર અથવા પ્રવાહી કે ઘન કચરો છોડનારને એક વર્ષની કેદ અને રૂ. 50 હજારનો દંડ.

દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર

  • નહેરમાંથી અનધિકૃત રીતે પાણી ખેંચવાના કિસ્સામાં એંજીન, પાઈપલાઈન અથવા પાણી ખેંચવાના અન્ય સાધનો હવે જપ્ત થશે.
  • પરવાનગી કરતા વધુ પાણી ખેંચવું અથવા અનધિકૃત રીતે પાણી લેનાર વ્યક્તિને ત્રણ મહિના સુધી કેદની સજા અને રૂ.10 હજાર સુધીનો દંડ. 
  • નહેરમાં પશુઓને લઈ જનારને પણ ત્રણ મહિનાની કેદ અથવા રૂ.10 હજારનો દંડ.
  • જુની જોગવાઈ મુજબ નહેરને નુકસાનકારક કામગીરી બદલ અગાઉ ત્રણ થી છ મહિના સુધી કેદની સજા અને રૂ.5 થી 10 હજાર સુધીના દંડની જોગવાઈ હતી.

 
ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક અંગે સૌરભ પટેલે જણાવ્યું કે, "ભાજપ સરકાર ઘણા છેલ્લા વર્ષોથી ખેડૂતોને પાણી મળે તે માટે ચિંતા કરે છે. સુજલામ સુફલામ, નર્મદા સહિત અનેક યોજનાઓથી પાણી પહોંચાડ્યું છે. જેના માટે રાજ્ય સરકારે રૂ. 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. ખેડૂતોને સીધો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું છે."

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે, "આ બિલ જે ખૂબ ઓછા લોકો કે જે પાણી ચોરી કરે છે તેમના પર નિયંત્રણ લાવશે. માથાભારે લોકો ખેડૂતો સુધી પાણી પહોંચાડવા દેતા નથી. કાયદામાં સજાની જોગવાઈ વધારી છે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરી છે. આ કાયદો ઉધોગગૃહો, ખેડૂતો કે રાજકીય પક્ષના નેતાઓ પર પણ આ કાયદો લાગુ પડશે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news