મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં ફરી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાના દારુનું નેટવર્ક ખુલ્યું. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો. કોણ છે આ બુટલેગર અને કેવી રીતે ચાલતું હતું દારૂનું નેટવર્ક જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીન પકડી પાડ્યો છે. જ્યારે દાણીલીમડા પોલીસે આરોપી અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણને ઝડપી પાડ્યા છે. આ બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું ખુલ્યું છે.


અમદાવાદના છોકરાએ નાની ઉંમરમાં કર્યો મોટો કાંડ, હવે યાદ આવી ગઈ નાની


આ બુટલેગરના માણસો દાણીલીમડામાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને લાખોનો દારૂ જપ્ત કર્યો. નારોલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનો દારૂ પકડાયો. રૂપિયા 4.80 લાખની કિંમતની દારૂની 960 બોટલો ઝડપાઈ હતી. પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં સાણંદનાં યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછમાં દારૂ દાણીલીમડાનાં આસિફ ઉર્ફે ટકલાએ ભરી આપ્યો હતો.


તુષાર પોતાના મોજ માટે યુનિવર્સિટી બહાર કરતો આ કામ, જે જોઈ વિદ્યાર્થીનીઓ પણ ડઘાઈ જતી


આ દારૂ સાણંદના શક્તિસિંહ વાધેલાને સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું. જેથી નારોલ પોલીસે 10.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી. દારૂના નેટવર્કનું કનેક્શન બુટલેગર આસિફ સુધી પહોંચ્યું છે.જ્યારે આ બુટલેગર ફરાર થઇ જતા નારોલ અને દાણીલીમડા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube