Gujarat HeavyRains: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરના કારણે પાંચ જિલ્લામાં 9600થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મા રેવાનું રૌદ્ર સ્વરૂપ! નર્મદા નદી ગાંડીતૂર; અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર...


ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આણંદ જિલ્લાના મહીનદી કિનારાના ચાર તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આવી રહ્યા છે. 


ગુજરાતમાં મેઘરાજાનો ફરી એક 'ઘાતક સ્પેલ' શરૂ; આ વિસ્તારોમાં જામ્યો ભારે વરસાદી માહોલ


સાંજનાં સાડા ચાર વાગ્યાનાં સુમારે આણંદનાં વહેરાખાડી પાસે મહીનદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતા નાવડી વાળાઓ દ્વારા નાવડીઓં ખેંચીને બાંધી દીધી હતી. તેમજ અગરબત્તી પુજાપો અને નાસ્તા પાણીની લારીઓ તાત્કાલીક ખસેડી લેવામાં આવી હતી અને માત્ર 20 મિનીટમાં દસ ફુટ જેટલું જળ સ્તર વધી જતા હાથીયો પથ્થર અને મહિસાગર લગ્ન ચોરી તેમજ મહિસાગર મંદીર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 


બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા! પાલનપુર-અંબાજી હાઇ-વે પાણીમાં ડૂબ્યો, કાળા ડિબાંગ વાદળો


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે ફરી એકવાર રાજ્યના મોટાભાગના ડેમો, જળાશયો અને તળાવો ફૂલ થઇ જવાની સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં દક્ષિમ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ફરી એકવાર કેર વર્તાવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થયો છે, અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે. 


દાહોદમાં મૂશળધાર વરસાદ, બે દિવસ રેડ એલર્ટ જાહેર કરતા શાળા-કોલેજોમાં રજા જાહેર


કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે. અધિકારીઓને જગ્યાના છોડી સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ આપી દેવાયા છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવર ફ્લૉ થતાં તંત્રએ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણ કડાણા ડેમ ઓવરફ્લૉ થવાની સ્થિતિ પેદા થઇ છે, હવે કડાણા ડેમમાંથી સાડા ચાર લાખ પાણી છોડવામાં આવશે. 


વ્યાસ બેટમાં ફસાયેલા 11 લોકોના જીવ તાળવે ચોંટ્યા, હેલિકોપ્ટરને હાલ મળી રહ્યું નથી..