ગૌરવ પટેલ, અમદાવાદ: ઓલ ઇન્ડિયા કોંગ્રેસના 134માં સ્થાપના દિવસે 134 લોકો નેતા કે કાર્યકર હાજર રહ્યા ન હતા. એઆઇસીસીના 134માં સ્થાપના દિવસે અને સેવાદળના 69માં સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. જોકે પોતાના પક્ષના સ્થાપના દિવસેની જાણે કોંગ્રેસના નેતાઓને જાણજ ન હોય એમ કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અલ્પેશ કથીરિયાને છોડાવવા મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા


ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો સંગઠનના માળખામાં 450 કરતા વધારે હોદેદારો છે. અમદાવાદ શહેર કોંગ્રસની વાત કરીએ તો 48 વોર્ડના 48 પ્રમુખ અને 40થી વધારે મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ છે. જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અને કાઉન્સિલનો પણ પક્ષ સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર ન રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 76ની છે જેમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ને સાવદળના અધ્યક્ષ ઋત્વિક મકવાણાને બાદ કરતા તમામ ધારાસભ્યો ગેર હાજર રહ્યા હતા.


વધુમાં વાંચો: ISROમાં આગ લાગી, ફાયર ફાઈટર્સની 5 ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ


ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા સામે મોરચો માંડનાર અને અર્જૂન મોઢવાડીયાના નિવાસ સ્થાને એકત્ર થઇ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરનારા નેતાઓ પણ સ્થાપના દિવસની ઉજવણીમાં ડોકાયા ન હતા. નેતાઓ અને કાર્યકરોની ગેર હાજરી અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ લુલો બચાવ કરતા કહ્યું કે, સ્થાપના દિવસની જિલ્લા અને તાલુકા સ્થળે ઉજવણી થતી હોઇ નેતાઓ અને કાર્યકરોએ ત્યાં હાજરી આપી છે. જો પ્રમુખની વાતનો સ્વીકાર કરીએ તો અમદાવાદના કોંગ્રેસના ચાર પૈકી એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. નવાઇની વાત એ પણ છે કે અમદાવાદમાં રહેતા હોવા છતાં અલ્પેશ ઠાકોર સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહ્યા ન હતા.


વધુમાં વાંચો: અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસે માર્યો લાફો, પાટીદાર યુવાનો વિફર્યાં


ગુજરાત કોંગ્રેસ છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી રાજ્યમાં સત્તાથી બહાર છે અને સત્તામાં પરત ન ફરવાનું પણ કદાચ આજ કારણ હશે કે, કોંગ્રેસના નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ ફરકે છે. બાકી તેમને પતક્ષ સાથે કોઇ સંબધ નથી દેખાતો જે આજના કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં રહેલી પાંખી હાજરીમાં દેખાય છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...