પુરુષોના વર્ચસ્વવાળા મેરીટાઇમ સેક્ટરમાં રૂઢિગત માન્યતાઓને તોડી મહિલાઓએ રચ્યો ઇતિહાસ
૬ માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્વિડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના પ્રોડક્ટ કેરિયર એમટી સ્વર્ણ ક્રિશ્ના પર “તમામ મહિલા અધિકારીઓના નૌકાયન” (All Women Officers’ Sailing)ને વર્ચ્યુલી લીલી ઝંડી આપી હતી.
ઝી મીડિયા/બ્યૂરો: કેન્દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) એ ૬ માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્વિડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના પ્રોડક્ટ કેરિયર એમટી સ્વર્ણ ક્રિશ્ના પર “તમામ મહિલા અધિકારીઓના નૌકાયન” (All Women Officers’ Sailing)ને વર્ચ્યુલી લીલી ઝંડી આપી હતી. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાએ તેના હિરક જયંતી ઉજવણીના ભાગરૂપે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (international women's day) ના અવસરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. વિશ્વના મેરીટાઇમ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય.
મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) એ વૈશ્વિક દરિયાઇ સમુદાયમાં ભારતીય રાજદૂત તરીકેની ભૂમિકા ભજવનારી અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી મહિલા સાગરખેડૂઓના યોગદાન અને બલિદાનને સ્વીકાર્યું હતું. એસસીઆઈના સીએમડી એચ. કે. જોશીએ દરિયાઇ ક્ષેત્રે 'સંપૂર્ણ પરિવર્તન'ની અનુભૂતિ માટે એસસીઆઈના અવિરત પ્રયાસોની વાત કરી હતી. તેમણે કહ્યું કે એસીઆઇએ એવી સાગરખેડૂ મહિલાઓના 'સશક્ત નારીત્વ'ને ઓળખ આપી છે અને તેનું સન્માન કર્યું છે, જેમણે તેને પ્રાપ્ત કરવા માટે હિંમત કરી છે, પ્રયત્નશીલ છે અને બલિદાન આપ્યું છે. શીપીંગ સચિવ ડૉ. સંજીવ રંજન, જે.એન.પી.ટી.ના ચેરમેન સંજય શેઠી, એમ.બી.પી.ટી.ના ચેરમેન રાજીવ જલોટા અને ડી.જી. શિપિંગ અમિતાભ કુમારે વર્ચ્યુઅલ રૂપે હાજરી આપી હતી અને મહિલા સાગરખેડૂઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી
આ પગલું દરિયાઈ સફર પુરૂષલક્ષી વ્યવસાય હોવાની છાપમાં ધીમે ધીમે આવી રહેલા પરિવર્તન તથા વિવિધતા અને સમાવેશનના સિદ્ધાંતોને દર્શાવે છે, જે સિદ્ધાંતોનું એસીઆઇ સમર્થન કરે છે. એસસીઆઈ તેના જહાજો પર મહિલા સાગરખેડૂઓને રોજગારી અપાવવામાં અગ્રેસર રહી છે તેમજ દરિયાઇ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે તેની મેરીટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇચ્છિત મહિલા કેડેટને વયમાં છૂટછાટ અને ફી છૂટ સહિત વિવિધ પહેલો પણ અમલમાં મૂકી છે. એસસીઆઈને ગયા વર્ષે, એનયુએસઆઈ દ્વારા, સૌથી વધુ સંખ્યામાં મહિલા સાગરખેડૂઓને નોકરી આપનાર શિપિંગ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત એસીઆઇને મેરીટાઇમ ક્ષેત્રે વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો માટે અનેક એવોર્ડ પણ એનાયત કરાયા હતા.
International Women’s Day: દરેકના દિલને સ્પર્શી જનાર મહિલાઓ પર બની છે આ ફિલ્મ
“તમામ મહિલા અધિકારીઓનું નૌકાયન” એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ 2021 (આઈડબ્લ્યુડી 2021) ની થીમ “નેતૃત્વમાં મહિલાઓ: કોવિડ -19 વિશ્વમાં સમાન ભવિષ્ય પ્રાપ્ત કરવું”, તેમજ વર્ષ 2019 ની આઇએમઓ થીમ - "મેરીટાઇમ કમ્યુનિટિમાં મહિલાઓનું સશક્તિકરણ કરવું"ની થીમ સાથે સુસંગત હોવા ઉપરાંત સમાન ભવિષ્યનું નિર્માણ અને COVID-19 રોગચાળામાંથી ફરીથી ઉભા થવાના વિશ્વભરની મહિલાઓ અને યુવતીઓના જબરજસ્ત પ્રયત્નોને ઓળખ આપવાનો એક પ્રયાસ છે. સાથોસાથ પૂર્વમાં પુરુષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અનેક સિદ્ધિઓની ઉજવણી કરવાનો ઉદેશ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube