ઝી બ્યુરો/ગાંધીનગર: પત્ની ગુજરાતમાં કલેક્ટર અને IPS પતિને એક મહિલા સાથે લફરું કરી શારીરિક સંબંધો બાંધવા ભારે પડે તેવી પૂરી સંભાવના છે. યુવતીને કુવારા હોવાનું કહી શારીરિક સંબંધો બાંધનાર પોલીસ અધિકારીએ યુવતી પરણી ગયા છતાં પણ સંબંધો માટે દબાણ કરતાં આખરે સમગ્ર મામલો સરકારમાં પહોંચ્યો છે. આ IPS અધિકારી પર સરકાર પરથી ગાજ વરસે તેવી પૂરી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરના પહેલા વીકમાં આવશે વાવાઝોડું! ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા થશે વરસાદ


ભોગ બનનાર યુવતીના પતિ સામે IPSની કાકલૂદી પણ હવે કામ નથી આવી...પત્ની પણ ગુજરાતમાં કલેક્ટર પદે છે. આખી જિંદગી ભણી ગણીને IPS બનનાર પોલીસ અધિકારીને પ્રેમનો નશો ભારે પડવાનો છે. આખી કારકીર્દી રોળાય તેવી સંભાવના છે. આ પ્રકરણમાં પણ ઠંડુ પાણી રેડાય એ પહેલાં મામલો મીડિયામાં બહાર આવતાં સરકાર પર પણ પ્રેશર વધ્યું છે. સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું પણ આ પ્રકરણ ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયું છે. 


વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!
 
આ અતિ ચર્ચાસ્પદ કેસની વિગતો એવી છે કે, ગુજરાતમાં એક IPS અધિકારી વિરુદ્ધ અમદાવાદની એક મહિલાએ દુષ્કર્મની સરકાર સુધી ફરિયાદ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત કેડરના ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ષ 2014ની બેચના એક IPS ઓફિસરે પોતે અપરણિત હોવાનું કહી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આ ફરિયાદમાં આક્ષેપ છે. મહિલાની ફરિયાદથી ગુજરાતની IPS લોબી ઉપરાંત સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


હવે સગીર સંતાનને વાહન આપ્યુ તો માતા-પિતા દંડાશે! વાહન જપ્ત થશે, આવતા અઠવાડિયે ડ્રાઈવ 


અમદાવાદી મહિલાની ફરિયાદ મુજબ ગાંધીનગરમાં નોકરી કરતા એક IPS અધિકારી પહેલાં અમદાવાદમાં ફરજ બજાવતા હતા એ સમયે પોતે અપરણિત હોવાનું કહી મહિલા વકીલને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. હવે IPS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ છેક સરકારમાં પહોંચી છે. મહિલાએ લગ્ન કરી લીધા હોવા છતાં IPSએ યુવતી પાસે ફરી સંબંધો બાંધવાનું પ્રેશર કરતાં યુવતીએ ભાંડો ફોડી સમગ્ર બાબત પતિને કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.


અમેરિકા, કેનેડા નહીં ભારતીયો આ દેશમાં ઘર ખરીદવા કરે છે પડાપડી, મળે છે Golden Visa 


ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આ IPS અમદાવાદમાં હતા ત્યારે આ એડવૉકેટ મહિલા તેમને 3થી 4 વખત એક કેસ સંદર્ભે મળી હતી, તે વખતે IPSએ યુવતીને જણાવ્યું હતું કે, હું સિંગલ છું તારી સાથે લગ્ન કરવા માગું છું કહી પ્રપોઝ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ત્યારબાદ IPS અધિકારીએ ગુડ મોર્નિંગ અને ગુડ ઈવનિંગના મેસેજો કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા.


અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે આ કામ 


થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS અધિકારીએ મહિલા સાથે સંબંધ ઓછો કરી નાંખ્યો હતો અને ક્યારેક ક્યારેક વાતચીત થતી હતી. જો કે, એક દિવસ IPS અધિકારીએ વોટ્સએપ સ્ટેટ્સ પર પોતાના દીકરાનો ફોટો મૂકતા ભાંડો ફૂટ્યો હતો. આઈપીએસ અધિકારીએ સ્ટેટ્સમાં દિકરાનો ફોટો મૂકીને માય સન લખ્યું હતું અને આ મહિલા જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. ત્યારબાદ મહિલા અને IPS વચ્ચે ઝઘડો થયો હતો અને સંબંધ તોડી નાંખ્યા હતા. 


તિરુપતિના પ્રસાદમાં 'ચરબી'ની ભેળસેળ મામલે સરકાર એક્શનમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ


આ ઘટના બાદ મહિલા વકીલ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી. પરંતુ સંજોગોવસાત IPS અધિકારીની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે મહિલાને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. તે દરમિયાન IPS અધિકારીના ત્રાસથી કંટાળીને સમગ્ર ઘટનાની જાણ મહિલાએ તેના પતિને કરી હતી. આ ઘટના બાદ મહિલાએ લેખિતમાં સરકારમાં ફરિયાદ કરી હતી. આ  મામલામાં વિગતો એવી પણ છે કે, મહિલાના પતિએ વાત કર્યા પછી પણ મામલો થાળે ન પડતા છેવટે આ દંપતીએ ગુજરાત સરકાર સમક્ષ ફરિયાદ - રજૂઆત કરી હતી. તેમણે આ મામલે IPS ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે. આ આઈપીએસ અધિકારીની પત્ની પણ ગુજરાતના એક જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. હવે આ કેસ હાઈ પ્રોફાઈલ બની ગયો છે.