જયેન્દ્ર ભોઇ/દાહોદ: જિલ્લા કલેક્ટર દ્વારા ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને આસિસ્ટન્ટને માર મરાયાના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે ગોધરા ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગોધરા ખાતે આવેલ જિલ્લા જમીન રેકર્ડ કચેરીના ઇન્સ્પેક્ટર દિપક પટેલ કે જેઓ દાહોદ જિલ્લાના ચાર્જમાં હતા. તે સમય દરમ્યાન તેમના અને તેમના આસિસ્ટન્ટને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માર મરાયા ના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે છેલ્લા કેટલાક દિવસથી ગોધરા ડીઆઇએલઆર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારી મહામંડળના નેજા હેઠળ આગામી 15 સપ્ટેમ્બર સુધી મર્યાદિત સંખ્યામાં પ્રતીક ઉપવાસ પર બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona update: નવા 1320 દર્દી, 1218 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં


દાહોદ કલેક્ટરની જો હુકમી સામે ન્યાયની માંગણી સાથે વર્ગ ૧,વર્ગ ૨ અને વર્ગ ૩ ના કર્મચારી કાળી પટ્ટી ધારણ કરીને દાહોદ કલેક્ટર વિજય ખરાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી રહ્યા છે. ગત ૭ જુલાઈના રોજ જમીન માપણીમાં વિલંબનું કારણ આગળ ધરી દાહોદ કલેકટર અને તેમના બોડીગાર્ડ દ્વારા ઇન્ચાર્જ જિલ્લા જમીન રેકર્ડ ઇન્સપેક્ટર દિપક પટેલ અને તેમના આસિસ્ટન્ટ ને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા હતા. જેના પગલે દાહોદ જિલ્લામાં હડકમ્પ મચ્યો હતો. ત્યારે હવે ભોગ બનનાર કર્મચારી અને તેમના સહ કર્મચારીઓ જો દોષિત સામે પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube