મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં એક કેદીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઝાડ પર કપડા વડે લટકીને આપઘાત કરતા જેલ પ્રશાસન પર સવાલો ઉઠ્યા. અત્યાર સુધી સાબરમતી જેલમાં મોબાઈલ ફોન પકડાયને અધિકારીઓ કે પ્રશાસન વિવાદમાં આવ્યા. પણ હવે એવી ઘટના સામે આવી કે જેનાથી ફરી એક વાર પ્રશાસન પર સવાલો ઊઠ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળા એક વ્યવસાય છે તેને ધંધો ન બનાવો, સરકાર ફી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢે: હાઇકોર્ટ


હાઈ સિક્યોરિટી હોવા છતાં એક કેદીએ જાહેરમાં આપઘાત કર્યો. ઝાડ પર લટકીને આપઘાત કરતા રાણીપ પોલોસે તપાસ હાથ ધરી છે. વર્ષ 2012 માં વડનગરમાં નોંધાયેલા હત્યા અને હત્યાની કોશિશના આરોપી 47 વર્ષીય રમેશજી હેદુજી ઠાકોરે આપઘાત કર્યો હતો. જેલમાં જ પીપળાના ઝાડ પર લટકીને રાત્રે આપઘાત કર્યો હતો. કેદી રમેશજી ઠાકોર સહિત 5 વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તેઓને આજીવન કારાવાસની સજા થઇ હતી. 


રાજ્યમાં કોરોના કહેર યથાવત્ત: નવા 580 કેસ સામે, 532 સાજા થઇને ઘરે પરત ફર્યા


તેઓને જુન માસમાં સાબરમતી જેલમાં લાવ્યા હતા. ત્યારે આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે કમર કસી છે. પ્રાથમિક તબક્કે બિમારીનાં કારણે આ પગલું ભર્યાનું પોલીસનું માનવું છે. પણ આ ઘટના બની ત્યારે કોઈ સિપાહી હાજર હતો કે કેમ? તે સવાલ ઉપસ્થિત થાય છે. આગામી સમયમાં બેજવાબદાર સામે પગલા ભરાશે કે કેમ તે પણ જોવું રહ્યું.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube