અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશે
Loksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે
Gujarat Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે એમ સમીકરણો બદલાઈ રહ્યાં છે. ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂકયો છે. ભાજપ માટે હાલમાં ફોકસ એ લોકસભા છે આમ છતાં એ ન ભૂલવું જોઈએ કે લોકસભા સાથે 5 વિધાનસભાની ચૂંટણી પણ લડાઈ રહી છે. પોરબંદરમાં તો મોઢવાડિયા અને લાડાણી મનસુખ માંડવિયાને મદદ કરશે, પણ વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે. અહીં ચાવડા એકલા પડ્યા હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થાનિક સમીકરણો અને ક્ષત્રિયોની નારાજગી ચાવડાને ભારે પડી રહી છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડા કોંગ્રેસમાંથી 7000 મતથી જીત્યા હતા, પણ પાટલી બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ એમની જ સીટ પરથી ફરી ચૂંટણી લડાવી રહી છે. ચાવડા અહીંથી જીતી ગયા તો કેબિનેટ મંત્રી બને તેવી પૂરી સંભાવના છે પણ અહીં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની જશે. ચાવડા ભાજપમાં જોડાતાં અહીં પાટીદાર સમાજનું પિક્ચર પુરૂ થઈ જાય તેવી સંભાવનાને પગલે રમણ પટેલ, પીઆઈ પટેલ અને સુરેશ પટેલ કેવો ટેકો આપે છે તેની પર મોટો આધાર છે. કોંગ્રેસે પણ અહીં ખેલ કરી પાટીદાર સમાજના અગ્રણીને ટિકિટ આપી છે. કોગ્રેસમાંથી દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે જો અહીં સી. જે વનવે જીતી જાય અને આ બેઠક પરથી મંત્રી બને તો પાટીદાર સમાજનું રાજકારણ અહીં પુરૂ થવાની પૂરી સંભાવના છે. જેથી પાટીદારો સાથે રહેશે કે કેમ એ મોટો સવાલ છે. અહીં પાટીદાર સમાજ એક થયો અને ક્ષત્રિયોની નારજગી વચ્ચે રામજી ઠાકોર નડ્યા તો ચાવડાનું આ બેઠક પર પિક્ચર પુરૂ થાય તેવી સંભાવના છે. ભાજપે પણ અહીં એક્ટિવ થઈને સ્થાનિક નેતાઓ ટેકો પૂરો પાડે એ માટે એલર્ટ બનવું જરૂરી છે. કોંગ્રેસે અહીં પાટીદાર અગ્રણીને ટિકિટ આપી છે.
કોંગ્રેસ શીખી ગઈ ખેલ! મહેસાણા જાણી જોઈ હારશે, પણ પાટણ-વિજાપુરમાં ભાજપને પરસેવો પાડશે
આવ બેટા આ વખતે બનાસકાંઠામાં, તમને ખબર પડશે : કોંગ્રેસના નેતાનો ભાજપને ખુલ્લો પડકાર
હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી
2 વર્ષ પહેલાં ચાવડા વિરોધમાં પ્રચાર કરનાર ભાજપના સ્થાનિક નેતાઓને હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી. ભાજપે ચાવડાને પક્ષપલટો કરાવી ભાજપમાં લઈ તો લીધા છે પણ ચાવડા માટે ક્ષત્રિયો ના વિરોધ વચ્ચે અહીંથી જીતવું અઘરું છે. ચાવડાએ ભાજપમાં જોડાતાં પહેલાં લીલીપેનનો કરાર કર્યો છે પણ ચાવડા જીતે નહીં તો એમની અહીંથી કારકીર્દી પૂરી થઈ જવાની સંભાવના છે.
37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ
ચાવડા પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની લાઈનમાં આવી જશે. સીજે ચાવડાએ ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપૂત થવું ભારે પડી શકે છે. અહીં ક્ષત્રિયોના 11 ટકા મત છે. જો ક્ષત્રિયોએ સપોર્ટ ના કર્યો તો અહીંથી ચાવડા લીલાતોરણે ઘરભેગા થઈ શકે છે. સ્થાનિક લેવલે જ્ઞાતિવાદ પર ચૂંટણી લડાય છે અહીં ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપી છે. અહીં 37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ. 70 હજાર પાટીદારો અહીં એક થયા તો ચાવડાને નુક્સાન ભોગવવું પડી શકે એમ છે.
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કર્યું, ગાંધીના પહેરવેશમાં પહોંચ્યા