અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો
મુસાફરોથી સતત ધમધમતો અંબાજી-દાંતા વચ્ચેના હાઈવે (Ambaji Danta Highway) ને આજથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, અહીં આવેલા પ્રખ્યાત ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) પર 18 જેટલા જોખમી વળાંકોને કાપીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે આજે 10 વાગ્યાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી હોવાથી અવારનવાર અકસ્માતો (Accident Zone) માં મોટી સંખ્યામાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ અકસ્માત ઝોનમાંથી લોકોને મુક્તિ મળે અને લોકો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે દાંતા-અંબાજી માર્ગ ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.
અંબાજી :મુસાફરોથી સતત ધમધમતો અંબાજી-દાંતા વચ્ચેના હાઈવે (Ambaji Danta Highway) ને આજથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, અહીં આવેલા પ્રખ્યાત ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) પર 18 જેટલા જોખમી વળાંકોને કાપીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે આજે 10 વાગ્યાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી હોવાથી અવારનવાર અકસ્માતો (Accident Zone) માં મોટી સંખ્યામાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ અકસ્માત ઝોનમાંથી લોકોને મુક્તિ મળે અને લોકો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે દાંતા-અંબાજી માર્ગ ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.
અંબાજી દાંતા માર્ગ આજથી થશે બંધ
આ હાઈવે પર આવેલા પહાડો કાપવા અનેક મશીન કામે લાગ્યાં છે. આ ઊંચા પહાડો કાપતાં અનેક પથ્થરો રગડીને રોડ ઉપર આવતા હોય છે. જને કારણે અકસ્માતોનો પણ મોટો ભય સેવાઈ રહ્યો છે. જેના કારણે આજથી વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રસ્તો બંધ કરાતાં પાલનપુર થી આવતાં વાહનોને વાયા ચિત્રાસણી અને વિરમપુર થઈને અંબાજી પહોંચવાનું રહેશે. જ્યારે કે, વિસનગરથી વાયા દાંતા થઈને અંબાજી આવતા વાહનોએ વાયા હડાદ થઈને અંબાજી પહોંચવાનું રહેશે.
2 વાવાઝોડાં, 3 માવઠાનો માર ઝેલ્યા બાદ ફરીથી ગુજરાતમાં માવઠું, સવારથી ભારે અનેક જિલ્લામાં વરસાદ
એક મહિનો બંધ રહેશે હાઈવે
ત્રિશુળીયા ઘાટમાં ડુંગરો કાપવાની પ્રક્રિયાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ, આ ડેન્જરસ ઝોન પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ રસ્તો બંધ કરાશે. એક મહિના સુધી રસ્તાને ડાયવર્ઝન અપાયું છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજી ગુજરાતનું પવિત્ર યાત્રાધામ હોવાથી તે સતત મુસાફરોથી ધમધમતુ રહે છે. પરંતુ અંબાજીનો ત્રિશુળીયા ઘાટ ભક્તો માટે ડેન્જરસ ઝોન બની ગયો છે. અહીં વારંવાર અકસ્માતો સર્જાતા હતા, જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube