2 વાવાઝોડાં, 3 માવઠાનો માર ઝેલ્યા બાદ ફરીથી ગુજરાતમાં માવઠું, સવારથી ભારે અનેક જિલ્લામાં વરસાદ

અતિવૃષ્ટિ, 2 વાવાઝોડાં, ત્રણ વખત માવઠાનો માર ઝેલ્યા બાદ હવે ફરીથી ગુજરાતમાં અને હવે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે વરસાદ (Off season Rain) ખાબક્યો હતો. ભરશિયાળે વરસાદી છાંટા પડતા લોકો બેવડી સીઝનનો માર ઝેલી રહ્યાં છે. સ્વેટર પહેરવુ કે છત્રી લઈને નીકળવું તે હજી લોકો સમજી શક્યા નથી. આજે સવારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે સૌથી મોટું સંકટ તો ખેડૂતોના (Farmers) માથે આવનાર છે. 

Updated By: Dec 1, 2019, 08:58 AM IST
2 વાવાઝોડાં, 3 માવઠાનો માર ઝેલ્યા બાદ ફરીથી ગુજરાતમાં માવઠું, સવારથી ભારે અનેક જિલ્લામાં વરસાદ

અમદાવાદ :અતિવૃષ્ટિ, 2 વાવાઝોડાં, ત્રણ વખત માવઠાનો માર ઝેલ્યા બાદ હવે ફરીથી ગુજરાતમાં અને હવે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે વરસાદ (Off season Rain) ખાબક્યો હતો. ભરશિયાળે વરસાદી છાંટા પડતા લોકો બેવડી સીઝનનો માર ઝેલી રહ્યાં છે. સ્વેટર પહેરવુ કે છત્રી લઈને નીકળવું તે હજી લોકો સમજી શક્યા નથી. આજે સવારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે સૌથી મોટું સંકટ તો ખેડૂતોના (Farmers) માથે આવનાર છે. 

રાજકોટ : 8 વર્ષની બાળકીને પીંખનાર નરાધમ પકડાયો, 22 વર્ષના હરદેવે મોબાઈલ ટોર્ચથી પોતાની હવસ સંતોષી હતી  

આજે સવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો...
આજે વહેલી સવારે વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં હરણી, છાણી, નિઝામપુરા, ગોરવા, ફતેગંજ, ગોત્રી સહિતના વિસ્તારો વહેલી સવારે ભીંજાયા હતા. તો બીજી તરફ, સાવલી તાલુકામાં એકાએક કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે લોકોમાં કુતૂહલ છવાયું. તો બીજી તરફ ખેડૂતોના માથે ટેન્શન ઉભુ થયું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના રાજપીપળા તેમજ અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારો જેમ કે, લીમખેડા, સુખસર, દાહોદ ફતેપુરા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 

4 અને 5 ડિસેમ્બરે વાતાવરણ વધુ પલટાશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 4 અને 5 મી ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લામાં માવઠું થઈ શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ માવઠાની આફત મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચોથી અને પાંચમી તારીખે એટલે કે બુધવારે અને ગુરુવારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.  તો ફરી એકવાર રાજ્ય પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 4-5 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના આણંદ, નર્મદા, વડોદરામાં માવઠું પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ખેડૂતો ચિંતામાં મૂકાયા 
હવામાન વિભાગે ચોથી અને પાંચમી તારીખે કમોસમી વરસાદની આગાહી આપી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. વરસાદથી ખેડૂતોનો ચોમાસુ પાક તો નિષ્ફળ રહ્યો પરંતુ હવે માવઠાથી રવી પાકમાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. બે વખત વાવાઝોડાની અસરથી ત્રણ વખત માવઠું થયું અને હવે ચોથી વખત માવઠું થતાં રવિ પાકની વાવણી કરતા ખેડૂતો કમોસમી વરસાદથી તોબા પોકારી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube