પરખ અગ્રવાલ/બનાસકાંઠા :અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. જેમ જેમ ભાદરવી પૂનમના મેળાનો દિવસ નજી આવતો જઈ રહ્યો છે, તેમ વધુને વધુ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યાં છે. ત્યારે મેળાના ચાર દિવસમાં મંદિરમાં 12.19 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે. તો બીજી તરફ મેળાના 4 દિવસમાં મંદિરને દાન ભેટની કુલ 2. 73 કરોડ રૂપિયાની આવક થઈ. ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદી માહોલ છે. ત્યારે વરસાદની અસર અંબાજીના મેળામાં પણ જોવા મળી હતી. વરસાદને કારણે ચોથા દિવસે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી હતી. છેલ્લા બે દિવસમાં સંક્યા 3.15 અને 3.20 લાખ હતી. જે બુધવારે 3.10 લાખની થઈ હતી.  


બાપ્પાને વિદાય આપવા ગુજરાતીઓ તૈયાર, ઠેરઠેર કૃત્રિમ કુંડ તૈયાર કરાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા દિવસની મેળાની માહિતી


  • ભોજન પ્રસાદ 45,556

  • પ્રસાદ વિતરણ 3,69,134

  • કુલ આવક 65,91,768

  • બસ પ્રવાસી 2,06,246

  • બસ ટ્રીપ 4210

  • ધજારોહણ 1717


મેળા માટે વીમો લેવાયો
અંબાજી મેળામાં જતા મુસાફરોને સુરક્ષા કવચ લેવાયું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે તમામ યાત્રિકોનો વીમો ઉતરાવ્યો છે. અંબાજીના 20 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઘટના બને તો યાત્રિકને વીમાનો લાભ મળશે. કોઈ પણ માનવ સર્જીત કે કુદરતી આફત સામે વીમા કવચ મળી રહેશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ખેડૂત પરિવારે સોનુ દાન કર્યું
હાલ મા અંબાના ભક્તો માતાના ચરણે અનેક ભેટસોગાદો ચઢાવી રહ્યાં છે. અંબાજી મંદિરમાં વડોદરાના ખેડૂત પરિવારે રૂપિયા એક લાખનું સોનું ભેટમાં આપ્યું. આ પરિવારે ત્રણ તોલા સોનાની પાદુકા માતાજીને અર્પણ કરી છે. પરિવાર માતાજીને સોનાની પાદુકા ચઢાવીને ધન્ય થયો હતો. 


પોલીસ વડાની પદયાત્રા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અજિત રાજીયાણેએ ભાદરવી પૂનમને લઈને પદયાત્રા શરૂ કરી છે. જિલ્લા SPએ દાંતાથી અંબાજી સ્ટાફ સાથે મુક્તમને મા અંબેના દર્શન કરવા પદયાત્રા કરી છે. પદયાત્રા સાથે SPએ ફૂટ પેટ્રોલિંગની પણ કામગીરી કરી છે. વહેલી સવારે પદયાત્રીઓ સાથે એસપી સહિત પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં પદયાત્રામાં જોડાયા હતા.