ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં લાખો લોકોની શ્રદ્ધા છે. અહીં દેશ વિદેશથી લોકો માતાના દર્શનાર્થી આવતા હોય છે. અહીં સરકાર દ્વારા અનેક સુવિધાઓ પણ કરવામાં આવી છે, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ રોપ-વે દ્વારા ગબ્બર પર માતાજીના દર્શન માટે જતા હોય છે, ત્યારે આ સમાચાર રોપ-વેમાં જતા ભક્તો માટે મહત્ત્વપૂર્ણ બની રહેનાર છે. અંબાજીમાં ગબ્બર રોપ-વે આજથી 6 દિવસ  માટે બંધ રહેનાર છે. એટલે કે આજથી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરુ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરથી ગબ્બર રોપ વે રાબેતા મુજબ શરૂ કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શનનો અનોખો લ્હાવો છે. ત્યારે તારીખ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન ગબ્બર પર દર્શન કરવા જવા ઈચ્છતા દર્શનાર્થીઓએ પગપાળા ગબ્બર પર ચઢવું પડશે. પરંતુ આગામી સોમવારથી ફરી મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વેની કામગીરી ફરી કાર્યરત કરવામાં આવશે.


તૈયાર રહેજો! હવામાન વિભાગની આગાહી: માવઠું પૂરું થતાં હવે કડકડતી ઠંડી શરૂ થશે


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી અને કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા જરૂરી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર તથા ગબ્બર પર કોઈ દર્શનાર્થી માસ્ક વગર ના ફરે તે અંગેની તકેદારીના પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube