પરખ અગ્રવાલ/ અંબાજી: યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ગત વર્ષે કોરોના મહામારીને (Corona Pandemic) લઈ ભાદરવી પૂનમનો મહામેળો (Ambaji Fair) મોકૂફ રખાયો હતો. ત્યારે ભાદરવી પૂનમના મેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇને મંદિર ખુલ્લું રાખવામાં આવશે. 15 થી 20 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Corona Third Wave) લઈ આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે નહીં તેને લઇને ભારે અસમંજસતા જોવા મળી રહી છે. એવામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ખુલ્લું રાખવામાં આવશે. 15 થી 20 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે માં અંબાના દર્શનનાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગાયકે વીડિયો બનાવ્યો, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું


ભાદરવી પૂનમના મેળાને લઇને અંબાજીમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે માં અંબાના દર્શનાથે આવતા ભક્તો માટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે. અંબાજીમાં પૂનમના આ છ દિવસ સવારની આરતી સવારે 06.00 કલાકથી 06.30 કલાક સુધી થશે. જ્યારે દર્શનાર્થીઓ માટે સવારે 06.30 કલાક થી 11.30 કલાક સુધી માં અંબાના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. 


આ પણ વાંચો:- દિશા વગરની ગુજરાત સરકાર : બેનર લાગ્યા બાદ જાહેરાત કરાઈ કે, ‘હવે આવતીકાલે યોજાશે મંત્રીમંડળની શપથવિધિ’


જો કે, 11.30 કલાકથી 12.30 કલાક સુધી મંદિર પરિસર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે 12.30 કલાકથી સાંજના 05.00 કલાક સુધી ફરી ભક્તો માટે મંદિર પરિસર ખુલ્લુ રાખવામાં આવશે. આ સાથે સાંજની આરતી 07.00 કલાકથી 07.30 કલાક સુધી થશે અને ત્યારબાદ રાત્રીના 07.30 કલાકથી મોડી રાતના 01.30 કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- પતિએ પત્નીને કહ્યું, ‘જો તું પ્રિન્સને પ્રેમ ન કરતી હોય તો તેના પર એસિડ હુમલો કર’, અને દુકાનમાં ખેલાયો ખેલ


ઉલ્લેખનીય છે કે, અંબાજી મેળો (Ambaji Fair) અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં મેળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો પણ અંબાજીમાં તૈનાત કરી દેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે.


આ પણ વાંચો:- ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નવી થિયરી - એકવાર પણ મંત્રી બન્યા હશો તો તમારું પત્તુ કટ!


જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube