પતિએ પત્નીને કહ્યું, ‘જો તું પ્રિન્સને પ્રેમ ન કરતી હોય તો તેના પર એસિડ હુમલો કર’, અને દુકાનમાં ખેલાયો ખેલ

સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિ-પત્નીએ મળી પ્રેમી પર એસિડ એટેક કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ હતો. ઈજાગ્રસ્ત યુવાનને સ્થાનિક લોકોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.
પતિએ પત્નીને કહ્યું, ‘જો તું પ્રિન્સને પ્રેમ ન કરતી હોય તો તેના પર એસિડ હુમલો કર’, અને દુકાનમાં ખેલાયો ખેલ

ચેતન પટેલ/સુરત :સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિ-પત્નીએ મળી પ્રેમી પર એસિડ એટેક કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ હતો. ઈજાગ્રસ્ત યુવાનને સ્થાનિક લોકોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

સુરતના ગોડાડરા મહારાણા ચોક ખાતે રહેતા ભાવેશ મેવાડા રાજ એમ્પાયર કોમ્પ્લેક્સમાં એમ આર ક્લોથિંગ નામથી કપડાની દુકાન ધરાવે છે. તેના લગ્ન પૂજા મેવાડા નામની યુવતી સાથે થયા હતા. થોડા સમય પહેલા પ્રિન્સ સાહુ નામનો શખ્સ તેમની દુકાનમાં કપડા આપવા આવ્યો હતો. ત્યાર બાદ પ્રિન્સ અને ભાવેશ વરચે મિત્રતા કેળવાઈ હતી. ધીરે ધીરે પ્રિન્સ ભાવેશની દુકાન પર બેસવા લાગ્યો હતો. દરમિયાન પ્રિન્સની મિત્રતા પૂજા મેવાડા સાથે થઈ હતી. બંને દુકાન પર વાતોમાં મશગૂલ રહેતા. તેમજ ઘરે ગયા બાદ પણ ફોન પર વાતો પણ કરતા હતા. આ વાતની જાણ ભાવેશને થઈ હતી. ભાવેશને એ વાતની શંકા હતી કે, પત્ની પૂજા અને પ્રિન્સ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. 

આ ઉપરાંત આસપાસની દુકાનદારો પણ તેમના વચ્ચેના પ્રેમ સંબંધની વાતો કરવા લાગ્યા હતા. આ વાતને લઈને પતિ પત્ની વરચે અવારનવાર ઝઘડો ચાલતો આવતો હતો. ગત રોજ ફરી બંને વચ્ચે આ જ વાતને લઈને ઝઘડો થયો હતો. જેથી ભાવેશે પૂજાને કહ્યું હતું કે, ‘જો તું પ્રિન્સને પ્રેમ ન કરતી હોય તો તેના પર એસિડ હુમલો કર.’ આ વાતને લઈને પૂજા એસિડ એટેક કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. પુણા વિસ્તારમાંથી બંનેએ એક દુકાનમાંથી એસિડ ખરીદીને દુકાનમાં મૂકી રાખ્યું હતું. દરમિયાન બપોરના સમયે પ્રિન્સ દુકાન પર પહોંચ્યો હતો. જ્યાં ભાવેશ અને પ્રિન્સ વચ્ચે પૂજા સાથેના પ્રેમ સંબંધને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જ્યાં એકાએક પત્ની પૂજા અને ભાવેશ દ્વારા પ્રિન્સ પર એસિડ ફેંકવામાં આવ્યુ હતું. 

આ ઘટનામાં પ્રિન્સ ગંભીર રીતે દાઝ્યો હતો. પંરતુ તેની સાથે ભાવેશ પણ દાઝયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે બંને પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news