75 દિવસ બાદ ખૂલેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રવેશવુ હશે તો આ નિયમ પાળવો પડશે
અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ના દરવાજા ખૂલ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરવા માટે ભક્તો ઉતાવળા છે. પહેલા દિવસે દરવાજા ખૂલતા જ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં હતા. ત્યારે અંબાજી મંદિરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નું ખાસ ધ્યાનમાં રાખવામાં આવનાર છે. આજથી અંબાજી મંદિર ખોલવાનું હોઈ ગઈકાલે જિલ્લા કલેક્ટરે મુલાકાત લઇ સુરક્ષા અને યાત્રાળુઓની વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ હતું. તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા લઇ યોગ્ય આયોજન કરવામા આવ્યું છે. તો સાથે જ વ્યવસ્થામા તમામ યાત્રાળુઓએ સહકાર આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ભક્તોને જે સમય આપવામાં આવ્યો છે, તે સમયમાં જ ભક્તો શક્તિપીઠમાં દર્શન કરી શકશે.
ઝી મીડિયા/બ્યૂરો :અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ના દરવાજા ખૂલ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરવા માટે ભક્તો ઉતાવળા છે. પહેલા દિવસે દરવાજા ખૂલતા જ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં હતા. ત્યારે અંબાજી મંદિરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નું ખાસ ધ્યાનમાં રાખવામાં આવનાર છે. આજથી અંબાજી મંદિર ખોલવાનું હોઈ ગઈકાલે જિલ્લા કલેક્ટરે મુલાકાત લઇ સુરક્ષા અને યાત્રાળુઓની વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ હતું. તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા લઇ યોગ્ય આયોજન કરવામા આવ્યું છે. તો સાથે જ વ્યવસ્થામા તમામ યાત્રાળુઓએ સહકાર આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ભક્તોને જે સમય આપવામાં આવ્યો છે, તે સમયમાં જ ભક્તો શક્તિપીઠમાં દર્શન કરી શકશે.
મહત્વના સમાચાર : આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે
આ ઉપરાતં દર્શન કરવા માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન માટે ભક્તોએ ટોકન લઈને જ પ્રવેશ આપવામાં આવશે. દર્શન માટે યાત્રિક પ્લાઝાની બાજુમાંથી ટોકન કાઉન્ટર પરથી ટોકન લઈને જ પ્રવેશ મેળવવાનો રહેશે. ટૂંક સમયમાં જ અહીં ઓનલાઈન ટોકન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી હવે ટોકન આપવાની કાર્યવાહીમાં ડાયરેક્ટ સંપર્કમાં ન આવવુ પડે.
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
આ ઉપરાંત ટોકન કાઉન્ટર ઉપર બીજી એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. સાથે જ જો ભક્તનું તાપમાન 100 થી વધુ હશે તો તેને પ્રવેશ આપવામાં નહિ આવે. થર્મલ સ્કેનિંગ બાદ ઈ સ્ટેશનમાં બોડી સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ફૂટ સેનેટાઈઝર, હેન્ડ સેનેટાઈઝર પણ ઉપલબ્ધ હશે.
તાપમાન ચકાસણી, માસ્ક અને યાત્રિક ગણતરીની સુવિધા ઉપલબ્ધ હશે. યાત્રાળુઓ અને ગ્રામજનોના લગેજ-પગરખાંની વ્યવસ્થા શકિતદ્વારની બહાર યાત્રી પ્લાઝા ખાતે કરવામાં આવી છે. શકિતદ્વારની બહારની સાઈડથી જ યાત્રી પ્લાઝા ખાતેથી દર્શન માટેની રેલિંગમાં પ્રવેશ મેળવવાનો રહેશે.