ઝી મીડિયા/બ્યૂરો :અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે. મધ્ય રાત્રિએ 2.45 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીના નિધનથી અંબાજીમાં દુખનું મોજુ ફરી વળ્યું છે. તેમના વતન ચરાડા ખાતે તેમનું અવસાન થયું હતું. છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા. તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે તેઓને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 28 મે ગુરુવારે સવારે 8.15 કલાકે  ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાશે. 


કોંગ્રેસ ‘નમસ્તે ટ્રમ્પ’ની જૂની કેસેટ વગાડીને તૃષ્ટીકરણનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે : ભરત પંડ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર