Ambalal Patel Monsoon Prediction : સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય


તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબકામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. 1 સપ્ટેમ્બરથી ગરમી વધશે. આ દિવસોમાં ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો રહેશે. તારીખ 10-15 સાપ્ટેમ્બરમાં આરબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા સપ્ટેમ્બર મહિનામાં થોડા વરસાદ થવાની શક્યતા છે. 


Walnut Shells: એકવાર અખરોટની છાલનો ચાનો ચસ્કો લાગશે તો, ફુદીનાના ચા ભૂલી જશો