અંબાલાલ પટેલની આગાહી : ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી
Gujarat Weather Forecast : આજે ડાંગ, વલસાડ, નવસારી, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની હવામાનની આગાહી,,,, રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો....
Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. માત્ર કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ છે. પરંતું આ વિરામ બહુ જ નાનો છે. કારણ કે, ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવતા ચોમાસાનો ચોથા રાઉન્ડમાં ગુજરાતની સ્થિતિ વણસી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં ફરીથી પૂરનું સંકટ આવી શકે છે. જોકે, હાલ ગુજરાત પર એકપણ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે વરસાદી સંકટ નથી. માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એવર્ટ છે. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં પોણા પાંચ ઈંચ વરસાદ અને જામનગરના લાલપુરમાં પોણા ચાર ઈંચ નોંધાયો છે.
આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજે ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડવાની આગાહી છે. તો સાથે જ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત આવતીકાલે શુક્રવારે નવસારી, વલસાડ, દીવમાં વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં વેલ માર્ક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી 4 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી છે. હાલ દક્ષિણ ગુજરાત યલો એલર્ટ પર છે.
અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો : તૈયાર રહેજો, ગમે ત્યારે આવશે પૂર
હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી નથી. હવામાન વિભાગે માત્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ આપ્યું છે.
અમદાવાદમાં આવી શકે છે પૂર
અમદાવાદ પર ગમે ત્યારે પૂરનું સંકટ આવી ચઢશે. કારણ કે, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 80 ભરાયો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા એલર્ટ સ્ટેજ પર મૂકાયો છે. હાલ બનાસકાંઠા, મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે થઇ ડેમમાં પાણીની મોટી આવક થઈ રહી છે. આગામી સમયમાં વધુ વરસાદ આ તો ડેમ માંથી પાણી છોડાઈ શકે છે. તેથી તકેદારીના ભાગરૂપે ડેમની નીચે તરફના આવેલા ગામ માટે ચેતવણી અપાઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાય તો સાબરમતી નદીમાં પાણીની આવક થશે અને નદીનું લેવલ વધશે. હાલ કોઈ ચિંતાનું કારણ નહીં, વરસાદની સ્થિતિ જોઈને ડૅમ ઓથોરિટી વધુ નિર્ણય લેશે.
યુકે જવાનો મોહ ભારે પડ્યો : દીકરાનુ લંડનમાં અપહરણ, ગુજરાતમાં પિતા પાસેથી ખંડણી માંગી
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. તેઓએ હવે ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી છે. ગુજરાતમાં ચોમાસાના ત્રણ રાઉન્ડ ભારે રહ્યા છે. ત્યારે હવે ચોથો રાઉન્ડ પણ ધડબડાટી બોલાવશે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને પશ્ચિ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસ્સામાં ડીપ ડિપ્રેશન બનશે, જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
અમદાવાદીઓને સાવધાન કરતી અંબાલાલની આગાહી : સાબરમતીના પાણી શહેરની હાલત બગાડશે