Gujarat Weather Forecast : ગુજરાતના માથા પર એક બે નહિ, ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેને કારણે ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જામ્યું છે. બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભૂકકા કાઢશે તેવી અંબાલાલ પટેલની તારીખ પ્રમાણે આગાહી કરી છે. ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આ દિવસોમાં દ્વારકા-પોરબંદર, સુરત-નવસારી સહિત રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, બીજી તરફ, ઉત્તર-મધ્ય ગુજરાતથી વરુણદેવ રિસાયા છે. અહીં લોકો વરસાદ માટે તરસી રહ્યાં છે. આ વચ્ચે અંબાલાલની આગાહી શું કહે છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.


કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન, મેઘતાંડવ બાદની નગરીનો આકાશી નજારો જુઓ


તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત  તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ રહ્યો. ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે. 


જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.


કેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબ