અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
આગામી મે મહિનાને લઇ અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરાઈ છે, જેમાં આગામી મે મહિનામાં પણ ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે, પરંતુ હાલ ચોમાસા જેવો માહોલ બની રહ્યો છે. ત્યારે આગામી મે મહિનામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલની આગાહી કરવામાં આવી છે. આગામી મે મહિનાને લઇ અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરાઈ છે, જેમાં આગામી મે મહિનામાં પણ ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મે માસમાં ગરમી આંધી વંટોળ અને વરસાદ રહેવાની શક્યતા છે. 2જી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે અને વાવાઝોડું ઉભું થવાની શક્યતા છે. આ વાવઝોડુ મજબૂત થઈને 11 થી 18 મેં સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. તેનો માર્ગ બાંગ્લા દેશ તરફ જઈ જશે આ દરમિયાન તમિલનાડુમાં વરસાદ થવાની શક્યતા છે. 11- 18 માં દક્ષિણ ઉપસાગરમાં પણ મોજા ઉછળાશે. આ અરસામાં ગંગા જમુનાના મેદાની પ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ગરમી પડશે. મહત્તમ તાપમાન ગંગા જમુનામાં 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જયારે ગુજરાતમાં પણ મહત્તમ 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેલી છે.
લગ્નનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10-11 મેં પછીનો વરસાદ krutika નક્ષત્રમાં હોવાથી સારો વરસાદ કહી શકાય. અરબસાગરમાં પણ 12 મે આસપાસ હલચલ જોવા મળે. અરબ સાગરમાં 25 મેથી 4 જૂન વચ્ચે હળવાથી મધ્ય ચક્રવાત રહેવાની શક્યતા રહેલી છે. જેનો માર્ગ ઓમાન તરફ જાય તો ગુજરાતના પશ્ચિમ ભાગોમાં ઓછો વરસાદની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિના માટે નવી આગાહી કરી છે. જેમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા મે મહિનામાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ માટે અંબાલાલ પટેલની નવી આગાહી શું છે તે જાણી લઈએ. ગુજરાતમાં ક્યારે વાવાઝોડું આવશે અને કયા કયા વિસ્તારોને ધમરોળશે.
ગુજરાતમાં હવામાનની મોટી આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી!
પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનાની 2 તારીખથી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જ્યારે તારીખ 10-11 મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે તારીખ ૧૮ સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. સૂર્ય પ્રચંડ વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડું આવાની શક્યતા છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટ પર જોવા મળશે. આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી જઈ શકે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં તારીખ ૨૫થી આવતા અરબ સાગરમાં પણ ચક્રવાત જોવા મળશે.
દુનિયાની સૌથી મોંઘી કેરી, કિંમત સાંભળીને તમારા પગ નીચેથી સરકી જશે જમીન!
તેમણે આ બાદ અન્ય એક વાવાઝોડાની પણ આગાહી કરી, જે મે મહિનાના અંત અને જુન મહિનાના શરૂઆતના દિવસોમાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 25 મે થી જુનની શરૂઆતમાં વધુ એક ચક્રવાત આવાની શક્યતા છે. અને તારીખ 8 જુન સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. જેના લીધી આહવા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ અને વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા દેખાઈ રહી છે. તો 8 મે બાદ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. જેની અસર બાગાયતી પાકો પર વધુ થશે.
નવ યુગલો આનંદો! મે 2023થી ડિસેમ્બર 2023 સુધી આ છે શુભ મુહૂર્તની તારીખ, ઉતાવળ કરજો
તેમણે વધુમાં કહ્યું કે, 8 મી જુનથી સાગરમાં પવનોની અદલાબદલી થવાની શક્યતા રહે છે. તેથી મે મહિનાની 20 તારીખ પછી આંદામાન ટાપુ પર ભારે વરસાદની શક્યતા રહેશે. કેરળ કાંઠે ૨૮ મેથી વરસાદની શક્યતા રહેશે. અને 3 જુન થી 8 જુન વચ્ચે કેરળમાં ચોમાસું બેસી જવાની હાલ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહે છે. આમ, એટલે કે ફરી એકવાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે. જોકે, આ વચ્ચે સારી બાબત એ છે કે, લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાથી વાતાવરણ ઠંડુ રહેશે.