નવ યુગલો આનંદો! મે 2023થી ડિસેમ્બર 2023 સુધી આ છે શુભ મુહૂર્તની તારીખ, ફટાફટ જાણી ઉતાવળ કરજો

 આજે કેટલાક સ્થળોએ લગ્ન સમારંભોમાં ચાલી રહેલા ભોજન સમારંભ તથા ફુલેકાઓમાં વરસાદનું વિધ્ન આવતા આયોજકો મુશ્કેલીમાં મુકાવાની સાથે દોડધામ મચી જવા પામી હતી.

નવ યુગલો આનંદો! મે 2023થી ડિસેમ્બર 2023 સુધી આ છે શુભ મુહૂર્તની તારીખ, ફટાફટ જાણી ઉતાવળ કરજો

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં લગ્નસરાનો પ્રારંભ થઈ ગયો છે અને ત્યાં જ માવઠું પડતાં લગ્નનું આયોજન કરનારા ચિંતામાં મૂકાયા છે. આજે પણ કેટલાંક સ્થળોએ લગ્નપ્રસંગ વખતે જ વરસાદ તૂટી પડતાં આયોજકો અતિથિઓમાં ભારે દોડધામ મચી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત માવઠું પડી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે લગ્નના આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓએ તાકીદે તાડપત્રી સહિતની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. આજે કેટલાક સ્થળોએ લગ્ન સમારંભોમાં ચાલી રહેલા ભોજન સમારંભ તથા ફુલેકાઓમાં વરસાદનું વિધ્ન આવતા આયોજકો મુશ્કેલીમાં મુકાવાની સાથે દોડધામ મચી જવા પામી હતી.

સામાન્ય રીતે અક્ષય તૃતિયા સાથે જ લગ્નસરાનો પ્રારંભ થઈ જતો હોય છે. જોકે, આ વખતે 28 એપ્રિલ સુધી ગુરુ અસ્તનો હોવાથી લગ્નની સીઝનનો પ્રારંભ થઈ શક્યો નહોતો. લગ્નસરાના પ્રારંભ સાથે જ વરસાદ તૂટી પડતાં આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

જેમણે પાર્ટી પ્લોટ કે ખુલ્લામાં લગ્ન નિધાર્યા છે તેમણે હોલના વિકલ્પ અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું. મે મહિનામાં લગ્નના 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 એમ કુલ 14 દિવસ લગ્નના મુહૂર્ત છે.

વર્ષ 2023માં લગ્નના આગામી મુહૂર્ત...
મે મહિનામાં... 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30
જૂન મહિનામાં.... 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27
નવેમ્બર મહિનામાં... 23, 24, 27, 28, 29
ડિસેમ્બર મહિનામાં... 5, 6, 7, 8, 9, 11, 15

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news