Weather Forecast: સપના શર્મા, અમદાવાદ: હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી  છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક  આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરત તારા ખજાને ખોટ શું પડી! નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન જૂનાગઢમાં યુવાનનું મોત


2018 જેવું વાવાઝોડું આવશેઃ
વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છેકે,  આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતીકલાક 150 kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે.


અંબાજી રોશનીથી ઝગમગ્યું: વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયા, 20 કિ.મીમાં દુર્ઘટના


કઈ તારીખોમાં થઈ શકે છે વરસાદ?
આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે.


સંતોનો હુંકાર! 'આવી ગયો ધર્મ યુદ્ધનો સમય, હવે ન જાગ્યા તો બદલાઈ જશે તિરંગાનો કલર'


અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય.  2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. 


ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે આંચકો, સેન્સેક્સ-નિફ્ટી ધડામ, 2 લાખ કરોડ સ્વાહા


દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 12થી 20 ઓક્ટોબર વચ્ચે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઉભું થશે. 


અન્ડરવેરના વેચાણમાં ઘટાડો, શું દેશમાં મંદી આવવાની છે? જાણો ઇકોનોમી સાથે કનેક્શન


ક્યા-ક્યા થશે વાવાઝોડાની અસરઃ
આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.


ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ બંધ થઈ ગયા? જાણો સત્ય


ક્યા-ક્યા વરસી શકે છે વરસાદ?
નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે. 


પુરુષોના આ હાથ પર બાંધવી નાડાછડી, આ દિવસે બાંધવાથી પર્સ રહે છે રુપિયાથી ભરેલુ