Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈતર વસાવાને ઝટકો: 35 વર્ષથી ભાજપ સત્તામાં પણ હવે કોંગ્રેસ ભરાશે, કોને આપશે ટીકિટ


સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે વરસાદી માહોલ બનશે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે.


વડોદરામાં સ્વામીનારાયણ મંદિરને તાળાબંધી કરવાના વિવાદમાં એકનું મોત, CCTV


મહત્વનું છે કે, હાલ છૂટછવાયા સામાન્ય ઝાપટા સિવાય રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીના સંકેત આપ્યા છે. રાજ્ય પર એક સિસ્ટમ એક્ટિવ થતાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.


ફરી વિકાસનો વાયદો! ગુજરાતની બધી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મળશે આ આધુનિક સુવિદ્યા


4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.


પોરબંદરમાં દેશભક્તિ સામે ષડયંત્ર : મૌલવીના ફતવા સામે ત્રણ યુવકોનો આપઘાતનો પ્રયાસ


સાબરકાંઠા, પાટણ, જામનગરમાં આગાહી
આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


Loan EMI: આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, Home-Car લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો


તેવી જ રીતે, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ, આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતનાં શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.


લૂણાવાડામાં આજે એક ચોંકાવનારી ઘટના; ફરી લંપટ આસારામના ફોટા સાથે વાજતે ગાજત સરઘસ નીકળ


અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડશે, જન્માષ્ટમીએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 


IMD: આ 6 રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ, આ 2 રાજ્યોમાં તો મુસાફરી ટાળશો


તેઓએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.