IMD: આ 6 રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ, આ 2 રાજ્યોમાં તો મુસાફરી ટાળશો
IMD Forecast: વરસાદ ફરી એકવાર વિનાશ સર્જી શકે છે. હવામાન વિભાગ (IMD)એ પણ આ માટે રેડ એલર્ટ જાહેર કરી છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે.
Trending Photos
Rainfall Red Alert: પર્વતો પર અવિરત વરસાદને કારણે ઉત્તરાખંડના (Uttarakhand) ઋષિકેશમાં (Rishikesh) ગંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. ગંગા નદી પર બનેલા તમામ ઘાટ પાણી વધવાને કારણે ડૂબી ગયા છે, પરંતુ ભીષણ પૂર હોવા છતાં લોકોની બેદરકારી ચાલુ છે. ગંગાના જળસ્તર વધવા છતાં કેટલાક લોકો સ્નાન કરવા પહોંચી રહ્યા છે, જ્યારે ઘણા લોકો એવા પણ જોવા મળ્યા જે માત્ર સેલ્ફી લેવા પહોંચ્યા હતા. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડમાં 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ભૂસ્ખલનનું જોખમ..
બીજી તરફ ઋષિકેશમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ પણ વધી ગયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વહીવટી ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે.
ઉત્તરાખંડમાં વરસાદ માટે રેડ એલર્ટ
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રેડ એલર્ટ ઉત્તરાખંડના 6 જિલ્લામાં 13 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી રહેશે. આ 6 જિલ્લાઓમાં દેહરાદૂન, પૌરી, ટિહરી, નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને ચંપાવતમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. ઉત્તરાખંડ હવામાન વિભાગના નિર્દેશક વિક્રમ સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગઢવાલ અને કુમાઉના નીચેના વિસ્તારમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે
IMDએ કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારપછી, સક્રિય ચોમાસાની સ્થિતિ ફરી શરૂ થાય તે પહેલા આગામી એક સપ્તાહ દરમિયાન દેશના બાકીના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની સંભાવના છે.
ઉત્તર ભારતમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે?
હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે રવિવાર સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા અને એકદમ વ્યાપક વરસાદની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં 15 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. પંજાબ અને હરિયાણામાં રવિવારે વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રવિવાર અને 14 ઓગસ્ટના રોજ વરસાદ થવાની સંભાવના છે.
IMDએ કહ્યું કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં રવિવાર સુધી અને જમ્મુમાં પણ વરસાદની સંભાવના છે. IMD એમ પણ કહ્યું છે કે ઉત્તરાખંડમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેનાથી વિપરિત, આગામી સાત દિવસ દરમિયાન બાકીના ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવા વરસાદની અપેક્ષા છે. IMDએ કહ્યું કે પૂર્વ ભારતમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ અને અલગ-અલગ ભારે વરસાદની ગતિવિધિની આગાહી છે. બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે