અમદાવાદમાં ફરી ગેરકાયદે બાંધકામ પર ચાલ્યો તંત્રનો હથોડો; બાપુનગરમાં કુખ્યાત આરોપીનું ઘર તોડી પડાયું!
અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યો તંત્રનો હથોડો. કુખ્યાત આરોપી મહોમદ સરવરના ઘરે AMC અને પોલીસે સાથે રહી કાર્યવાહી. બાપુનગરમાં વગર મંજૂરીએ બનેલા મકાન પર ચાલ્યો હથોડો.
ગૌરવ પટેલ/અમદાવાદ: ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો છે. કુખ્યાત આરોપી મહોમદ સરવરના ઘરે AMC અને પોલીસે સાથે રહી કાર્યવાહી કરવામાં આવી. બાપુનગરમાં વગર મંજૂરીએ બનેલા મકાનને તોડી પાડવામાં આવ્યું છે.
નવા જિલ્લાની જાહેરાત બાદ 'નવી મોકાણ'! જાણો કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં કેવો છે વિરોધ
અસામાજિક તત્વો સામે પોલીસે ફરી એકવાર લાલ આંખ કરી છે. AMC અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું. આ સાથે જ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આરોપી વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે.
દર્દનાક છે અ'વાદનો અકસ્માત! પટેલ દંપતીના શરીરનાં ચીથરાં! માનવ અંગોને સમેટવા પડ્યા...
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમ ના ઘર પર એએમસી અને પોલીસે સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ 18 ડિસેમ્બરના રોજ પોલીસ કર્મીઓ પર દાદાગીરી કરી હતી, જેનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસ અને એએમસી બંને એક્શનનાં આવ્યા હતા. આરોપીએ બાપુનગર વિસ્તારમાં પોતાના પ્લોટમાં એએમસીની કોઇ પણ પ્રકારની મંજુરી વિના મકાન બનાવ્યું હતું. જેના પર આજે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું.
ગુજરાતની આ વાવ પ્રવાસીઓની પહેલી પસંદ; દેશ-વિદેશના પ્રવાસીઓ અભિભૂત, 2024નો રિપોર્ટ...
નોંધનીય છે કે અગાઉ એએમસી અને પોલીસે સાથે મળી આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા છે. આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશને અનેક ગુન્હા નોંધાયેલા છે. અમદાવાદ મહાનગર પાલિકાના લીગલ સમિતિના ચેરમેને ઝી ચોવિસ કલાક સાથેની વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે 18 તારીખે બનેલી ઘટનામાં જે આરોપીઆનો ગેરકાયદે બાંધકામે પર ડીમોલેશની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધી કુલ ચાર ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
વાહન ચોરી કે મોબાઈલ ચોરી નહીં! હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ કરી શકાશે ONLINE
જે આરોપીઓ સામે ફરિયાદ થઇ છે, તે પૈકીના એક આરોપીએ પોતાની માલિકીની જગ્યા પર અમદાવાદ મહાનગર પાલિકાની મંજુરી વિના પ્લાન પાસ કરાવ્યા વિના બાંધકામ કર્યું હતું. જેને દુર કરવા નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, પણ કોઇ કાર્યવાહી બાંધકામ કરનાર દ્વારા ન થતાં આજે પોલીસની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદમાં મળશે હવે વિદેશ જેવી મઝા; શહેરીજનો માટે અહીં બનાવાયું નવું નાઈટ સ્પોટ
આ બાંધકામ તોડવા માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનુ પાલન થઇ રહ્યું છે. બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એડી ગામીતે કહ્યુ કે કાયદો અને વ્યયસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પુરતા બંદોબસ્ત સાથે એએમસી દ્વારા ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરાઇ છે.