અમદાવાદમાં મળશે હવે વિદેશ જેવી મઝા; શહેરીજનો માટે અહીં બનાવાયું નવું નાઈટ સ્પોટ

AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં 3.3 કરોડથી વધુના ખર્ચે 4,500 સ્કેવર મીટરના એરીયામાં રંગબેરંગી એલઈડી લાઈટ્સથી સુશોભિત Riverfront Night Flower Park' (ગ્લો ગાર્ડન) તૈયાર કરાયો છે. જે શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે.

અમદાવાદમાં મળશે હવે વિદેશ જેવી મઝા; શહેરીજનો માટે અહીં બનાવાયું નવું નાઈટ સ્પોટ

Ahmedabad News: જે ગુજરાતમાં પહેલા પર્યટકો ફરકતા ન હતા, તે ગુજરાતમાં હવે પર્યટકોનો જમાવડો થઈ રહ્યો છે. ખાસ અમદાવાદમાં એવી અનેક સાઈટનો નિર્માણ થયું છે જે દૂર દૂરથી પ્રવાસીઓને ખેંચી લાવે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી બાદ વધુ એક આકર્ષણ આવવા જઈ રહ્યું છે. ત્યારે કયું છે આ નવું નજરાણું? કેમ તે છે સૌથી ખાસ? તે બીજું કંઈ નહીં પણ નાઇટ ફ્લાવર પાર્ક છે. રિવરફ્રન્ટ પાસે AMCએ નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો છે. જેમાં જંગલની થીમ આ નાઇટ ફ્લાવર પાર્કની શોભા છે.

અમદાવાદીઓ હવે નાઇટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે
હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે અમદાવાદમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. હાલ જે લોકો નાઇટ ફ્લાવર પાર્કની મજા માણવા માંગે છે તેમને ફ્લાવર શોની એન્ટ્રી ટિકીટ પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. અમદાવાદીઓ હવે નાઇટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે. રિવરફ્રન્ટ પાસે AMCએ નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો છે. જંગલની થીમ આ નાઇટ ફ્લાવર પાર્ક બનાવાયો છે.

No description available.

Riverfront Night Flower Park
AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં 3.3 કરોડથી વધુના ખર્ચે 4,500 સ્કેવર મીટરના એરીયામાં રંગબેરંગી એલઈડી લાઈટ્સથી સુશોભિત Riverfront Night Flower Park' (ગ્લો ગાર્ડન) તૈયાર કરાયો છે. જે શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે. જે તૈયાર થયા બાદ શહેરની શોભામાં ચાર ચાંદ લાગી જશે. જે ગુજરાતીઓ મોજ મસ્તી અને આનંદ કરવા અમદાવાદ છોડીને બહાર જાય છે તેમને બહાર જવાની હવે જરૂર નહીં પડે. અમદાવાદનો રિવરફ્રન્ટ પર અનેક નજરાણાને કારણે ફરવા માટેનું હોટસ્પોર્ટ બની ગયો છે. 

નાઈટ ફ્લાવર પાર્કમાં 54 જેટલા પ્રકારના લાઈટીંગ એલીમેન્ટસ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્કમાં નાઈટ ફ્લાવર પાર્ક (ગ્લો ગાર્ડન) બનાવવામાં આવ્યો છે. આ નાઈટ ફ્લાવર પાર્કમાં 54 જેટલા પ્રકારના લાઈટીંગ એલીમેન્ટસ ઇન્સ્ટોલ કરાયા છે. જેમાં વાઘ, સિંહ, જીરાફ, ઝિબા, પોલાર બીયર, ઘોડો, હાથી, હરણ, સસલા, ફ્લેમિન્ગો, બટરફ્લાય, ચેરી ટ્રી, વીલો ટ્રી, ગુલાબ, કમળ, સનફ્લાવર, ટુ લેયર ફાઉન્ટેન, લાઇટિંગ ટનલ, લાઈટીંગ સ્વીંગ્સ, સેલ્ફી પોઈન્ટસ, એટ્રેકટીવ ડાન્સ ફ્લોર, કાર્ટૂન કેરેકટર્સ, લાઇટીંગ બોલ્સ, લાઈટીંગ પાથ વે, લાઇટીંગ ટેબલ-ચેર મુકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલ જે લોકો નાઇટ ફ્લાવર પાર્કની મજા માણવા માંગે છે તેમને ફ્લાવર શોની એન્ટ્રી ટિકીટ પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. ફ્લાવર શો બાદ નાઇટ ફ્લાવર પાર્કની ફી અંગે ચર્ચા થશે. નાઇટ ફ્લાવર પાર્કમાં લાઇટિંગ શો લોકોને આકર્ષી રહ્યો છે. રાત્રિના સમયે નાગરિકો લાઈટિંગ શોની મજા માણી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news