ગુજરાતની આ વાવ બની પ્રવાસીઓની પહેલી પસંદ; દેશ-વિદેશના પ્રવાસીઓ અભિભૂત, 2024નો રિપોર્ટ જાહેર

વિશ્વ વિરાસત રાણી ની વાવ માં આવેલ શિલ્પ સ્થાપત્યો જોવા પ્રવાસીઓનો વધારો થયો છે. વર્ષ 2024 માં કુલ 3.62 લાખ ભારતીય અને 3400 વિદેશી પ્રવાસીઓ એ રાણીની વાવ નિહાળી છે. વર્ષ 2024 માં કુલ 1.65 કરોડની આવક થઈ છે. ગત વર્ષ કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો વધારો થયો હતો.

ગુજરાતની આ વાવ બની પ્રવાસીઓની પહેલી પસંદ; દેશ-વિદેશના પ્રવાસીઓ અભિભૂત, 2024નો રિપોર્ટ જાહેર

Historical Places Rani ki Vav: ગુજરાતમાં પ્રવાસન સ્થળોની લાંબી ભરમાર છે. ફરવા માટે તમને ઐતિહાસિક, ધાર્મિક, કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અનેક પ્રવાસન સ્થળો જોવા મળશે જેના પર દરેક ગુજરાતીને ગર્વ થઈ જાય. જો કે એમ વિચારીએ કે ગુજરાતના જે ઐતિહાસિક ધરોહર જેવા પ્રવાસન સ્થળોમાંથી લોકોને કયા વધારે ગમે છે તો તેની જે જાણકારી સામે આવી છે તે જાણવા જેવી છે. 

રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ
પાટણની આ ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. તેનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા 100ની ચલણી નોટ પર મૂકી છે .અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે . તેને તળપદી ભાષામાં ‘ રાણકીવાવ ' કહે છે.

image

આ સ્થળને જોવા લોકોની પડાપડી
ગુજરાતમાં પ્રાચીન ધરોહરોનો અમૂલ્ય ખજાનો છે. જેને જોવા અને જાણવા માટે લોકો ખુબ આતુર  રહેતા હોય છે. આવું જ એક સ્થળ છે પાટણમાં આવેલ ઐતિહાસ રાણકી વાવ. શિલ્પ અને સ્થાપત્યની રીતે કળાનો બેજોડ નમૂનો ગણાતું આ પાટણમાં આવેલ ઐતિહાસ રાણકી વાવ હજાર વર્ષ જૂની હોવાનું કહેવાય છે. ગુજરાતની પ્રાચીન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વિશ્વ વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બની છે. જી હા...દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકીવાવ નિહાળવા માટે આવી રહ્યા છે જેથી પુરાતત્વ વિભાગની તિજોરીને કરોડોની આવક થાય છે. 

પાટણમાં આવેલ ઐતિહાસ રાણકી વાવમાં વર્ષ 2024માં પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વિશ્વ વિરાસત રાણીની વાવમાં આવેલ શિલ્પ સ્થાપત્યો જોવા પ્રવસીઓનો ભારે વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024 માં કુલ 3.62 લાખ ભારતીય અને 3400 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હોવાના આંકડા સામે આવ્યા છે. જેના કારણે વર્ષ 2024માં કુલ 1.65 કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષ કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

image

ઐતિહાસિક નગર તેના ભવ્ય ભુતકાળની સાથે સાથે અહીંના દેવડા , પટોળા , કોટ - કિલ્લા , દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણીની વાવ અને સહસ્ત્રલીંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. બીજી બાજુ આંકડાઓની વાત કરીએ તો પુરાતત્વ વિભાગને રૂપિયા 40 ટીકીટના દર મુજબ રૂ.1,44,81320 ની આવક થઇ હતી. પ્રત્યેક વિદેશી નાગરીક માટે ટીકીટનો દરનો દર રૂા . 600 રાખવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 3449 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂા .20,69,400 ની આવક થઇ હતી. આમ છેલ્લા એક વર્ષમાં કુલ 3,65,482 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ .1,65,50,720 ની આવક થઇ હતી. 

શું છે પાટણની રાણ કી વાવનો ઈતિહાસ
ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં એક ઐતિહાસિક વાવ આવેલી છે જેનું નામ છે રાણકી વાવ કે રાણી કી વાવ. આ વાવ એ પાટણ શહેરની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આન બાન અને શાન છે. જેને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ વાવ 1063માં રાણી ઉદયમતીએ પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. આ વાવનું નિર્માણ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવાના હેતુથી પણ બંધાવી હતી. જો કે સદીઓ પહેલા સરસ્વતી નદીમાં આવેલા પૂરથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ અને પછી છેક 20મી સદી સુધી લોકોથી સંતાયેલી રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા માટે પુરાતત્વ વિભાગે 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી અને વર્ષો બાદ વાવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી હતી.   

image

એવું માનવામાં આવે છે કે લગભગ 5 દાયકા પહેલા વાવમાં ઔષધિય ગુણ ધરાવતા છોડ અને સંગ્રહીત પાણીનો ઉપયોગ વાયરલ તાવ અને અન્ય બીમારીઓને ઠીક કરવામાં થતો હતો. યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ  હેરિટેજ સાઈટનો દરજ્જો આપીને તેનું મહત્વ અનેકગણું વધારી દીધુ. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા પણ તેને આ કેટેગરીનો દરજ્જો મળેલો છે. અત્રે જણાવવાનું કે આ વાવનું શિલ્પ સ્થાપત્ય એવું છે કે તેને વાવોની રાણી બનાવે છે. 

વાવની મુખ્ય થીમ જોઈએ જો ભગવાન વિષ્ણુના દશાવતારની છે. રાણકી વાવ 64 મીટર  લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. સાત ઝરૂખાઓમાં લગભગ 800થી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નક્શીકામવાળી મૂર્તિ છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિત દશ અવતારો. આ અવસારો સાથે સાધુ, બ્રાહ્મણો અને અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચો તો શેષાષયી વિષ્ણુ ભગવાન કોતરેલા દેખાય. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે. એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.   

image

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news