અમદાવાદઃ  શહેરમાં એક તરફ કોરોના સંકટ વધુ ગંભીર બની રહ્યું છે તો બીજીતરફ ખાનગી હોસ્પિટલની મનમાનીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે આવી હોસ્પિટલો સામે લાલ આંખ કરવાની મનપાએ શરૂઆત કરી છે. આ સિલસિલામાં શહેરની બે ખાનગી હોસ્પિટલને પાંચ-પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહાનગર પાલિકાએ આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. એએમસીએ આ બંન્ને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરેલી હોવાથી મનપાના 50 ટકા બેડ રિઝર્વ હોવાને કારણે દર્દીને દાખલ કરવામાં ન આવ્યા અને ચાર્જ વસુલવામાં આવતો હતો. ત્યારબાદ કોર્પોરેશને બંન્ને હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. આજે કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરતા બન્ને હોસ્પિટલને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 
ધી એપેડેમિક ડીસીઝ એકટ હેઠળ MOU કરી પાલડીની બોડીલાઇન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો મનપા દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓ પાસેથી ચાર્જ વસુલવાનો હોતો નથી. છતાં એસવીપી હોસ્પિટલે એક દર્દીને બોડીલાઈન હોસ્પિટલમાં રીફર કરતા તેમની પાસેથી કોરોના ટેસ્ટ માટે 4500 રૂપિયા વસુલ કર્યા હતા. તો અન્ય દર્દી પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા હતા. આ ઘટના ધ્યાને આવતા મનપાના અધિકારીઓ નિયમનો ભંગ કરવા બદલ હોસ્પિટલને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો હતો. 


કોરોના સંકટને લીધે આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોફૂક


તો શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલે કોર્પોરેશનના રિઝર્વ બેડમાં ખાનગી દર્દીને દાખલ કર્યો અને મનપાએ મોકલેલા દર્દી માટે બેડ ન હોવાનું કહ્યું હતું. આ હોસ્પિટલના 50 ટકા એટલે કે 45 બેડ મનપાને ફાળવવામાં આવ્યા છે. આ અંગે આસિસ્ટન્ટ પ્રોફેસરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં મનપાના છ બેડ પર સ્વખર્ચે દાખલ થયેલા દર્દીઓ હતા. આ હોસ્પિટલ ખાનગી દર્દી અને મનપા પાસેથી પણ પૈસા વસુલતી હતી. આમ આ બધી હોસ્પિટલ મહામારીના સમયમાં પણ માનવતાને નેવે મુકીને પૈસા માટે ગમે તે કરી રહી છે. હવે કોર્પોરેશન પણ આવી હોસ્પિટલોને પાઠ ભણાવવા માટે સક્રિય થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર