અતુલ તિવારી/અમદાવાદ :હાલ રાજ્યભરમાં શાળાઓ બંધ છે એવી સ્થિતિમાં શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી શાળાઓમાં એવી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. આવામાં ખાનગી શાળાઓ ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે ત્યારે સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાય તેવી તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવું અશક્ય છે, ત્યારે તેમના ઘરે પુસ્તક પહોંચાડવાનું આયોજન કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો પહોંચાડવામાં આવી રહ્યા છે. 


મોડી રાત્રે ગુજરાતમાં કહેર બનીને તૂટી પડ્યો વરસાદ, મોટાભાગના જિલ્લાં ભિંજાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો તૈયાર કરાયા છે. પુસ્તકમાં જૂન મહીનાના અભ્યાસ ક્રમનો સમાવેશ કરાયો છે. સ્કૂલના બોર્ડના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે પુસ્તક પહોંચાડી તેમને સમજ આપી રહ્યા છે. પુસ્તકમાં આપેલો અભ્યાસક્રમ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓએ પુસ્તક શાળામાં પરત કરવાના રહેશે. શિક્ષકો દ્વારા પુસ્તકની ચકાસણી પણ કરાશે. મ્યુનિસિપલ શાળામાં અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ કોરોનાની મહામારીમાં સંપૂર્ણપણે અભ્યાસથી વંચિત ન રહી જાય તેવું આયોજન કરાયું છે. 
8 જૂનથી બાળકો વિના માત્ર શિક્ષકો સાથે શાળા ખૂલી ચૂકી છે. 


અમદાવાદની મ્યુનિસિપલ હસ્તકની 347 શાળાઓ આવેલી છે, જેમાં સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોના મહામારીમાં આ તમામ બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે  ઘરે શીખીએ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલ શિક્ષકો જૂન મહિનાનું પુસ્તક આપી રહ્યાં છે. જૂન મહિનાના પુસ્તક પરત મેળવીને તેનું નિરીક્ષણ કર્યાં બાદ જુલાઈ મહિનાના પુસ્તકો પહોંચાડવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર