ઝી મીડિયા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે. હાલ અમદાવાદ (Ahmedabad)માં સંપૂર્ણ લોકડાઉન છે, ત્યારે હવે Amcએ કોરોના સુપર સ્પ્રેડર શોધવા પર વધુ ભાર મૂક્યો છે. તત્કાલીન કમિશનર વિજય નેહરા (Vijay Nehra) એ જે રણનીતિન શરૂ કરી હતી, હાલ એએમસી એ જ રણનીતિ પર કામ કરી રહ્યું છે. અત્યાર સુધી 200 થી વધુ સુપરસ્પ્રેડર સામે આવી ચૂક્યા છે. વર્તમાન અધિકારીઓ પણ આજ રણનીતિથી સુપર સ્પ્રેડરને શોધી રહ્યાં છે. શાકભાજી ફેરિયા, કરિયાણાના વેપારીઓ સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે. 


‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ, પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ બે ડેરી સંચાલકોના કારણે 1000 લોકો મુકાઇ શકે છે. ક્વોરેન્ટાઈનમાં ગત સપ્તાહે 22 સુપર સ્પ્રેડરને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેઓને શોધવામાં આવ્યા હતા. ચાંદખેડાના હાઉસીંગના મકાનમાં ડેરી સંચાલકો પાસેથી 100 પરિવારોએ દૂધ અને અન્ય ચીજો ખરીદી હતી. હાઉસિંગમાં હાલ 1000 મકાનો છે, જે પૈકી અનેક લોકો શાકભાજીના ફેરિયાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. AMCએ હાઉસિંગ બોર્ડને મિની ક્લસ્ટર કરવા પોલીસ પ્રશાસનની મદદ માંગી છે. 


સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ 


અમદાવાદમાં Amcના આદેશ બાદ ખાનગી તબીબોની કોવિડ હોસ્પિટલમાં મદદ લેવાશે. નર્સિંગ હોમ એસોસિએશનની વિવિધ રજુઆત બાદ એએમસી દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમ કે, મેડિકલ સ્ટાફ સહિત અન્યો માટે નિયત રૂટ પર 25 એસી બસ મુકવામાં આવશે. સરકારી ધારાધોરણ મુજબ તેઓના ઇન્શ્યોરન્સ કવર થશે. ખાનગી સ્ટાફને કોરોના થશે તો amcની તમામ આધુનિક સારવાર તેઓને અપાશે. તબીબ અને તેમની સમકક્ષને રૂ.25000, નર્સિંગ સ્ટાફને 15000 અને ટેક્નિકલ સ્ટાફને રૂ.10000 અપાશે. અન્ય સારવારનો ખર્ચ પણ amc ભોગવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર