સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ
સોનાના ભાવ (Gold rate today) માં આજે મોટા ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના-ચાંદીના ભાવમા માર્કેટ ખૂલતા જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સોનાનો ભાવ 199 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો ચાંદીમાં જુલાઈના વાયદાના ભાવમાં આજે 157 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદી હવે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સોનાના ભાવ (Gold rate today) માં આજે મોટા ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના-ચાંદીના ભાવમા માર્કેટ ખૂલતા જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સોનાનો ભાવ 199 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો ચાંદીમાં જુલાઈના વાયદાના ભાવમાં આજે 157 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદી હવે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
બંધ રહેશે સ્પોટ માર્કેટ
HDFC સિક્યોરિટીઝ અનુસાર, સરકારે લોકડાઉન 3.0 માં અનેક ઈન્ડસ્ટ્રીઝને રાહત આપી છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ અને સોનાથી બીજા ઈન્ડસ્ટ્રીઝમાં પણ જલ્દી જ વેપાર શરૂ થવાની આશા છે. જોકે, COVID-19 ના ખતરાને જોતા, હાલ સ્પોટ ગોલ્ડ માર્કેટ બંધ છે. તો ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં હળવો ઘટાડો આવ્યો છે. આજે સોનું 0.2 ટકાથી ઘટીને 15213.97 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. તો ગુરુવારે સત્રમાં અમેરિકી સોના વાયદા 1725.70 ડોલર પર સ્થિર રહ્યું.
વિદેશી માર્કેટના હાલ બીજી કિંમતી ધાતુઓમાં આજે પૈલડિયમ 1 ટકા વધીને 1873.91 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો, પ્લેટિનમ 0.3 ટકા વધીને 765.51 ડોલર થઈ ગયો છે. ચાંદી 1.5 ટકા ઘટીને 15.27 ડોલર થઈ ગઈ. ગુરુવારે અમેરિકાન ખરાબ આર્થિક આંકડાને કારણે વિદેશી માર્કેટમાં સોનાનો ભાવ 2 ટકા ચઢી ગયો હતો.
ઘરમાં બેસીને કરો સોનાના ભાવમાં ઈન્વેસ્ટ
ભારત સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme) નો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 11 મેથી 15 મેના વચ્ચે આ ઈન્વેસ્ટમેન્ટને ખોલવામાં આવશે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 8 સપ્ટેમ્બર સુધી 6 હપ્તામાં ઈન્વેસ્ટમેન્ટ ખૂલશે. આ પહેલા એપ્રિલમાં પણ સ્કીમનો પહેલો હપતો ખોલવામાં આવી હતી. સોવરેન ગોલ્ડ બોન્ડની સૌથી સારી બાબત એ છે કે, તેમાં ઈન્વેસ્ટ કરવા પર વાર્ષિક 2.5 ટકા સુધીનું વ્યાજ મળે છે.
1 ગ્રામ સોનામાં કરો ઈન્વેસ્ટ
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીન (Sovereign Gold Bond Scheme) અંતર્ગત તમે એક ગ્રામ સોનામાં ઈન્વેસ્ટ કરી શકો છો. અહી તમે એક વર્ષમાં ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ સોનુ ખરીદી શકો છો. ગોલ્ડ બોન્ડમાં ઈન્વેસ્ટથી ટેક્સ છૂટ પણ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે